<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

૫૦ વર્ષ પછી શોલે એના અસલ અંત સાથે ફરી રિલીઝ થશે

ધર્મેન્‍દ્ર અમિતાભની ફિલ્‍મ ૪ K વર્ઝનમાં ૧૨ ડિસેમ્‍બરે રિલીઝ થશે

 

મુંબઇ તા.૧૮: ફરી એક વખત જય-વીરુ અને ગબ્‍બર મોટા પડદે છવાઈ જશે. અમિતાભ બચ્‍ચન, ધર્મેન્‍દ્ર અને સંજીવ કુમારની ફિલ્‍મ ૪કે વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે, ‘શોલેઃ ફાઇનલ કટ' દેશભરના ૧૫૦૦ થિએટરમાં ૧૨ ડિસેમ્‍બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્‍મે ૧૫ ઓગસ્‍ટે પહેલી રિલીઝના ૫૦ વર્ષ પૂરા કર્યા છે.

આ ફિલ્‍મમાં એ વખતીની મોટી સ્‍ટાર કાસ્‍ટ હતી, જેમાં અમિતાભ બચ્‍ચન, ધર્મેન્‍દ્ર, જયા બચ્‍ચન, હેમા મીલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા કલાકારો હતા. આજે પણ આ ફિલ્‍મ ઇન્‍ડિયન સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્‍મ ગણાય છે. આ ફિલ્‍મ દેશની સૌથી જોવાયેલી ફિલ્‍મ છે, તેના પાત્રો અને ડાયલોગ આજે પણ લોકપ્રિય છે અને યાદગાર છે. જે ભીરતીય પોપ કલ્‍ચરના મૂળમાં રહેલા છે.

આ રી રિલીઝની ખાસ વાત એ છે કે આ ફિલ્‍મ તેના પહેલાં અને મૂળ અંત સાથે રિલીઝ થશે, જે પહેલાં ક્‍યારેય લોકોને જોવા મળ્‍યો નથી કારણ કે આ ફિલ્‍મ જ્‍યારે ૧૯૭૫માં રિલીઝ થઈ ત્‍યારે ઇમરજન્‍સીનો સમય હતો અને તેના કારણે સેન્‍સર બોર્ડે કેટલાક કટ સૂચવેલા અને તેના કારણે એ અંત કપાઈ ગયો હતો. તેથી તેનો અંત હળવો કરી દેવાયો હતો. દાયકાઓથી લોકોએ એ હળવો કરાયોલે અંત જ જોયો છે.

હવે સિપ્‍પી ફિલ્‍મ્‍સ દ્વારા નવા અંત સાથેની ફિલ્‍મની જાહેરાત કરાઈ છે, ‘શોલેઃ ફાઇનલ કટ' ૧૨ ડિસેમ્‍બરે થિએટરમાં રિલીઝ થશે. હવે આ ફિલ્‍મના અંતમાં સંજીવ કુમાર ગબ્‍બરને પોતાનાં ખીલ્‍લીઓવાળા જૂતાથી મારી નાખશે. એ સમયે એ અંતને ઘાતકી ગણવામાં આવ્‍યો હતો. તેથી સેન્‍સર બોર્ડે તેમાં સુધારાની સલાહ આપી હતી.(૩૮.૬)

(10:09 AM IST)