તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
અભિનેત્રી શહેનાઝ ગિલ સાથે કેનેડાના થિયેટરમાં ધક્કામુક્કી, ચાહકોની ભીડે અભિનેત્રીને ચિંટિયા ભર્યા: બચવા માટે બીજા થિયેટર રૂમમાં છુપાઈ જવું પડ્યું
આ ઘટનાએ સેલિબ્રિટી સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલને કેનેડાના એક થિયેટરમાં ચાહકોની ભારે ભીડનો અપ્રિય અનુભવ થયો હતો. અભિનેત્રીએ પોતે આ ઘટના વર્ણવતા જણાવ્યું કે, ભીડ બેકાબૂ બની ગઈ હતી અને લોકોએ ધક્કામુક્કી શરૂ કરી દીધી હતી. તેણે વધુમાં જણાવ્યું કે કેટલાક લોકોએ તેને ચુંટલીઓ પણ ભરી હતી, જેનાથી તે ગભરાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે શહેનાઝને બચવા માટે બીજા થિયેટર રૂમમાં છુપાવું પડ્યું હતું. આ ઘટનાએ સેલિબ્રિટી સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
