તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
અસરાનીની અંતિમ ઈચ્છા મુજબ સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સહિત વીસ લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા
અસરાનીજીની અંતિમ ઇચ્છા હતી કે તેમના નિધનના સમાચાર ફેલાવવામાં ન આવે અને અંતિમવિધિ શાંતિથી કરવામાં આવે.

મુંબઈ: હિન્દી સિનેમાના દિગ્ગજ હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીનું સોમવારે, તારીખ વીસ ઓક્ટોબરના રોજ ચોર્યાસી વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. અહેવાલો મુજબ, તેઓ છેલ્લા પંદર દિવસથી બીમાર હતા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનના થોડા કલાકો પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, અસરાનીજીની અંતિમ ઇચ્છા હતી કે તેમના નિધનના સમાચાર ફેલાવવામાં ન આવે અને અંતિમવિધિ શાંતિથી કરવામાં આવે.
આ જ કારણસર, સોમવારે રાત્રે સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સહિત આશરે વીસ લોકોની હાજરીમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 'શોલે' ફિલ્મના જેલરના પાત્રથી ઘર-ઘરમાં જાણીતા બનેલા અસરાનીના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
