તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
ફિલ્મ ‘સૈયારા’ ફેમ અભિનેતા શાન આર. ગ્રોવર પાસે છે બોલિવૂડના કિંગ ખાનનું જેકેટ : તેની સાથે જોડાયેલી છે ખાસ યાદો
શાહરૂખ ખાને ફિલ્મ ‘જબ તક હૈ જાન’ માં પહેર્યું હતું આ જેકેટ

મુંબઇ : ફિલ્મ ‘સૈયારા’ થી પ્રખ્યાત થયેલા અભિનેતા શાન આર. ગ્રોવર પાસે શાહરૂખ ખાનનું જેકેટ છે. શાહરૂખ ખાને ફિલ્મ ‘જબ તક હૈ જાન’ માં આ જેકેટ પહેર્યું હતું. તેમણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આ સાથે જોડાયેલી યાદો શેર કરી અને કહ્યું કે તેમની એક ખાસ યાદો આ સાથે જોડાયેલી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આ જેકેટ તેમને પ્રેરણા આપે છે. તેમણે કહ્યું, "જ્યારે હું YRF માં કાસ્ટિંગનું કામ કરી રહ્યો હતો, ત્યારે શાહરૂખની ફિલ્મ 'જબ તક હૈ જાન' નું આ કાળા ચામડાનું જેકેટ મારી પાસે આવ્યું હતું. મારી પાસે હજુ પણ છે. જ્યારે પણ હું તેને જોઉં છું, ત્યારે મને મારા કારકિર્દીના શરૂઆતના દિવસો અને હું કેવી રીતે અભિનેતા બનવા માંગતો હતો તે યાદ આવે છે. મારા માટે, તે ફક્ત એક જેકેટ નથી, પરંતુ એક યાદ અને પ્રેરણા છે. દરેક અભિનેતાની જેમ, હું પણ સપનું જોઉં છું કે કોઈ દિવસ મને તેની સાથે સ્ક્રીન શેર કરવાની તક મળે."
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
