News of Friday, 8th August 2025
સાડી અને બ્લોક હીલ્સ પહેરીને ૩૦ કિલો વજન સાથે સુમો સ્ક્વોટ્સ કરતી સન્નારી
રુક્મિણીએ કોટનની સાડી પહેરીને ૩૦ કિલોનું વજન ઊંચકયું છે

મુંબઇ, તા.૮: ડાન્સર અને ફિટનેસ લવર રુક્મિણી વિજયકુમારે સોશ્યલ મીડિયા પર એક સુંદર વિડિયો મૂકયો છે જેમાં તેણે સ્ટીરિયોટાઇપ ઇમેજને તોડીને મૉડર્ન એક્સપરિમેન્ટ કર્યો છે. રુક્મિણીએ કૉટનની સાડી પહેરીને ૩૦ કિલોનું વજન ઊંચકયું છે. સુમો રેસલરની જેમ સ્ક્વૉટ્સ પણ કર્યાં છે અને આ બધું કરતી વખતે તેણે બ્લૉક હીલ્સ પહેરી છે. તેનું સુડોળ શરીર જેટલું સુંદર લાગે છે એટલું જ તેની ફિટનેસ પણ એમાં દેખાય છે. આ જ વિડિયોની સાથે તે સાડી પહેરીને પુલપ્રઅપ્સ કરતી હોય અને પગને ડાન્સ-મૂવમેન્ટમાં લહેરાવતી હોય એવી ક્લિપ પણ છે. સ્ટ્રેન્ગ્થ અને ગ્રેસનું અદભુત સંયોજન રુક્મિણીએ બતાવ્યું છે, પરંતુ એમાંય કેટલાક લોકોને ખોટું દેખાઈ રહ્યું છે. હીલ્સ પહેરીને વજન ઊંચકવું એ ફિટનેસની દૃષ્ટિએ આ ખોટું છે. એનાથી શરીરને નુકસાન થાય છે. જિમના કોઈ પણ પ્રયોગો પ્રૉપર જિમનાં ફુટવેઅર પહેરીને જ કરવા જોઈએ, નહીંતર ઊલમાંથી ચૂલમાં પડી શકાય છે એવી નસીહત પણ લોકો આપવા લાગ્યા છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
