તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
રજનીકાંતની ૪૦૦ કરોડના બજેટની ‘કુલી' ફિલ્મનું પોસ્ટર હોલીવુડની નકલ
કુલી ૧૪ ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે., ર ઓગસ્ટે ટ્રેલર રિલીઝ થશે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વોર ૨ સાથે ટક્કર લેશે. પરંતુ ૨ ઓગસ્ટના રોજ ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં, એ વાત બહાર આવી કે આ પોસ્ટર હોલીવુડની નકલ છે

મુંબઇઃ તા.ર૯,રજનીકાંતની ફિલ્મ કુલી ૧૪ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ વોર ૨ સાથે સ્પર્ધા કરી રહી છે. પરંતુ ફિલ્મ રિલીઝ થવાના લગભગ બે અઠવાડિયા પહેલા, ફિલ્મના પોસ્ટરે ચાહકોને મોટો આંચકો આપ્યો છે. રજનીકાંત, આમિર ખાન, નાગાર્જુન, સૌબીન સાહિર અને શ્રુતિ હાસનની ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ લોકેશ કનાગરાજ દિગ્દર્શિત કુલીનું પોસ્ટર રિલીઝ થતાં જ તેને હોલીવુડ ફિલ્મના પોસ્ટરની નકલ જાહેર કરવામાં આવી. હવે જયારે તમે બંને પોસ્ટરોને એકસાથે જુઓ છો, ત્યારે એવું લાગે છે કે આ ફોટો કોઈ હોલીવુડ ફિલ્મથી પ્રેરિત છે.
સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલીનું પોસ્ટર હોલીવુડ ફિલ્મ શ્નજ્રાચદ્રૃજ્રા વેબ'ના પોસ્ટરથી પ્રેરિત હોવાનું કહેવાય છે, જેના પર યુઝર્સમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે. @Chrissuccess એ પોતાના ટ્વીટમાં બંને ફિલ્મોના પોસ્ટરોની સરખામણી શેર કરી ત્યારે આ મુદ્દો વધુ ગરમાયો. જોકે, તેમણે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. પરંતુ આ અંગે ચાહકો તરફથી દ્યણી ટિપ્પણીઓ આવવા લાગી.
મેડમ વેબ એ માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ફિલ્મ છે જેમાં ડાકોટા જોહ્ન્સન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રિલીઝ થઈ હતી. આ બંને પોસ્ટરમાં દ્યણી સમાનતા છે. જોકે, ક્યારેક એવું બને છે કે કોઈ ફિલ્મના પોસ્ટર બીજી કોઈ ફિલ્મના પોસ્ટર જેવા જ હોય છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
‘કુલી' રજનીકાંતની સન પિક્ચર્સ સાથેની પાંચમી ફિલ્મ છે. આ પહેલા એન્થિરન (૨૦૧૦), પેટ્ટા (૨૦૧૯), અન્નાથે (૨૦૨૧) અને જેલર (૨૦૨૩) રિલીઝ થઈ ચૂકી છે. તેમની ચારેય ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. જોકે, જેલરે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા અને રજનીકાંતની સૌથી સફળ ફિલ્મોમાંની એક સાબિત થઈ.રજનીકાંતની ફિલ્મ કુલીનું ટ્રેલર હજુ સુધી રિલીઝ થયું નથી. સન પિક્ચર્સે માહિતી આપી છે કે ફિલ્મનું ટ્રેલર ૨ ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ રીતે, રજનીકાંતના ચાહકો આ ટ્રેલર માટે ખૂબ જ ઉત્સાહિત છે. (૩પ-૩)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
