તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
શોલેની ટિકિટ અમિતાભ બચ્ચને આજે પણ સાચવી છે
તે સમયે આ ટિકિટની કિમત ફક્ત ૨૦ રૂપિયા હતીઃ આજકાલ સિનેમા હોલમાં ઠંડા પીણાની કિમત આ છે

મુંબઇ તા.૨૯: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમની ૧૯૭૦ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે‘ની જૂની સિનેમા હોલ ટિકિટનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે સમયે આ ટિકિટની કિમત ફક્ત ૨૦ રૂપિયા હતી. અમિતાભે તેમના બ્લોગમાં તેમના મુંબઈ નિવાસસ્થાનની બહાર ચાહકો સાથેની તેમની સાપ્તાહિક મુલાકાતની કેટલીક તસવીરો પણ શેર કરી હતી અને ‘શોલે‘ ટિકિટનો ફોટો પણ બતાવ્યો હતો, જેને તેમણે ખૂબ જ કાળજીપૂર્વક સાચવી રાખ્યો છે.
પોતાના બ્લોગ સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું, શોલેની ટિકિટ... જે સાચવી રાખવામાં આવી છે અને જે ઉપરોક્ત વાતને સાચી સાબિત કરે છે... તેની કિમત ફક્ત ૨૦ રૂપિયા છે. અમિતાભને આヘર્ય થાય છે કે તે સમયે ફિલ્મની ટિકિટ ૨૦ રૂપિયા હતી અને હવે તે જ કિમતે, તમને હોલમાં એક કોલ્ડ ડ્રિન્ક પણ નથી મળતું.
શોલે એક રોમાંચક એક્શન-એડવેન્ચર ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન રમેશ સિપ્પીએ કર્યું હતું. તેની વાર્તા બે મિત્રો, વીરુ અને જય વિશે છે, જેઓ નાના-મોટા ગુનેગારો છે. નિવૃત્ત પોલીસ અધિકારી ઠાકુર બલદેવ સિહ તેમને કામ પર રાખે છે, જેથી તેઓ ખતરનાક ડાકુ ગબ્બર સિહને પકડી શકે. તે બંને પોતાની હિમત, મિત્રતા અને હોશિયારીથી ગબ્બરને પડકાર આપે છે. આ દરમિયાન, ઠાકુર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો પણ ખુલે છે. આ ફિલ્મ હજી પણ દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે (૩૮.૬).
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
