<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રામાયણ પાર્ટ-૧નું ટીઝર થયું રિલીઝઃ સૌથી મોંઘી ફિલ્‍મ હશે

ફિલ્‍મનું બજેટ કરોડ રૂપિયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે

 

 

મુંબઇ તા.૪: નિતેશ તિવારીની ફિલ્‍મ રામાયણને લઈને દર્શકોમાં ભારે ઉત્‍સુકતા જોવા મળી રહી છે. ત્રીજી જુલાઈના દિવસે જ ફિલ્‍મનું ટીઝર લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ ટીઝરને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્‍મનું બજેટ જોતા આ ફિલ્‍મ ભારતની સૌથી મોંઘી અને મોટા બજેટની ફિલ્‍મ બની જાય તો નવાઈ નહીં

રામાયણ પાર્ટ-૧ ભારતની અનેક મોંઘી ફિલ્‍મનો રેકોર્ડ તોડશે એવી શકયતા વ્‍યક્‍ત કરાઈ રહી છે. દરમિયાન એટલે કે ૩જી જુલાઈના રોજ મેકર્સ દ્વારા ફિલ્‍મનું ટીઝર રીઝિલ થયાના થોડાક જ સમયમાં ફિલ્‍મને લાખો વ્‍યુઝ અને લાઈક્‍સ આવી ચૂકયા છે. ટીઝરમાં ફિલ્‍મના લીડ એક્‍ટર રણબીર કપૂર અને ફિલ્‍મ કેજીએફ ફેમ યશની એક ઝલક જોવા મળી રહી છે.

ફિલ્‍મના બજેટની વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ફિલ્‍મનું બજેટ ૮૩૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

બજેટના મામલામાં રામાયણ પાર્ટ-૧એ ફિલ્‍મ કલ્‍કિ ૨૮૯૮ એડી (૬૦૦ કરોડ રૂપિયા), આરઆરઆર અને આદિપુરુષ (૫૫૦ કરોડ રૂપિયા)માં બનાવવામાં આવી હતી. પરંતુ આ બધામાં રામાયણ પાર્ટ-૧એ સૌને મ્‍હાત આપી દીધી છે. ફિલ્‍મમાં મોટા પ્રમાણમાં વીએફએક્‍સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્‍યો છે અને આ સાથે જ આ ફિલ્‍મમાં મોટા મોટા સ્‍ટાર્સ પણ જોવા મળશે.

ડિરેક્‍ટર નિતેશ તિવારી બે ભાગમાં ફિલ્‍મ રામાયણ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્‍મનો પહેલો ભાગ ૨૦૨૬ના રિલીઝ થઈ શકે છે. આ ફિલ્‍મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં તો એક્‍ટ્રેસ સાંઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે. સાઉથના સુપર સ્‍ટાર યશ આ ફિલ્‍મમાં દશાનન રાવણના રોલમાં જોવા મળશે.

આ ફિલ્‍મમાં સની દેઓલ, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય, લારા દત્તા, કાજલ અગ્રવાલ, કુણાલ કપૂર, અરુણ ગોવિલ, કુણાલ કપૂર, શીબા ચઢ્ઢા અને ઈંદિરા કળષ્‍ણન પણ આ ફિલ્‍મમાં જોવા મળશે.(૩૮.૮)

 

 

 

 

 

 

 

 

(9:51 AM IST)