<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 3’ના નવા પ્રોમોમાં હાસ્યના ફુવારા ઉડ્યા: શાહરુખની મિમિક્રી પર સલમાનખાન લોટપોટ થઇ ગયો .

કૃષ્ણા અને સુનીલની જોડી ફરી એકવાર છવાઈ કૃષ્ણા અભિષેક શાહરૂખ ખાનની નકલ કરતા અને સુનીલ ગ્રોવર સલમાનની નકલ કરતા જોવા મળ્યા

મુંબઈ :કપિલ શર્માનો બહુપ્રતિક્ષિત શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. સલમાન ખાનને કારણે ફેન્સ શોના પહેલા એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' દર્શકોને કોમેડીનો જોરદાર ડોઝ આપવા માટે તેની ત્રીજી સીઝન સાથે પાછો ફર્યો છે. 

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના ત્રીજા સીઝનના નવા પ્રોમોમાં કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર ફરી એકવાર દર્શકોને હસાવા માટે તૈયાર છે. કૃષ્ણાએ શાહરુખ ખાનની મિમિક્રી કરી અને સુનીલે સલમાન ખાનનો અવતાર ધારણ કર્યો—અને બંનેની જોડી જોઈને સલમાન ખાન પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. શોના પ્રીમિયર પહેલા, નિર્માતાઓએ આજના એપિસોડનો બીજો પ્રોમો શેર કર્યો, જેમાં કૃષ્ણા અભિષેક શાહરૂખ ખાનની નકલ કરતા જોવા મળે છે અને સુનીલ ગ્રોવર સલમાનની નકલ કરતા જોવા મળે છે

આ સીઝનનો પ્રારંભ 21 જૂનથી Netflix પર થયો છે અને પ્રથમ એપિસોડમાં સલમાન ખાન ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા. પ્રોમોમાં કપિલ શર્મા, સુનીલ ગ્રોવર અને કૃષ્ણા વચ્ચેની મજાકિય વાતચીત દર્શકોને ખૂબ ગમી રહી છે.

પ્રોમોમાં કૃષ્ણા શાહરુખના અંદાજમાં પૂછે છે, “ક્યા હુઆ ભૈયા?” અને પછી કહે છે, “કુછ નહીં હોગા.” ત્યારે સુનીલ, સલમાનના અંદાજમાં જવાબ આપે છે, “તૂ હૈ ના. તુઝે કુછ નહીં હોગા. મેરી પ્રોબ્લેમ હૈ.” આ સંવાદ પર સલમાન ખાન હસતાં હસતાં લોટપોટ થઈ જાય છે.

Netflix દ્વારા શેર કરાયેલા પ્રોમોમાં લખાયું છે: “તમે તૈયાર નથી કરણ અને અર્જુન ભાઈને મળવા માટે!” આ મજેદાર ટેગલાઇન સાથે શોની મસ્તીભરી શરૂઆત દર્શાવવામાં આવી છે.

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના નવા એપિસોડ દર શનિવારે Netflix પર રાત્રે 8 વાગ્યે સ્ટ્રીમ થશે. આ સીઝનમાં કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા, નવજોત સિંહ સિદ્ધૂ અને અર્ચના પૂરણ સિંહ પણ જોવા મળશે.

 

(7:50 PM IST)