News of Wednesday, 18th June 2025
ઠગ લાઇફઃ પાછળ ખર્ચી નાખ્યા ૨૦૦ કરોડઃ કમાણી તો છોડો બજેટ પણ નહીં કાઢી શકી ફિલ્મ
૭૦ વર્ષના હીરો પર મેકર્સે મોટો દાવ ખેલ્યો, ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ

મુંબઈ,તા.૧૮: વર્ષ ૨૦૨૫માં ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર દમ તોડ્યો છે. તેમાં કેટલીક મોટી બજેટની ફિલ્મો પણ સામેલ રહી. ફ્લોપ ફિલ્મોની યાદીમાં ગેમ ચેન્જર, આઝાદ, દેવા અને ઘણી અન્ય મૂવીઝ છે. આ વચ્ચે એક બિગ બજેટ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ. તેનું નામ છે ઠગ લાઇફ.
ઁઠગ લાઇફ તમિલ ભાષામાં બનેલી એક્શન-થ્રિલર ફિલ્મ છે. તેમાં કમલ હાસન લીડ રોલમાં છે. ૭૦ વર્ષની ઉંમરે પણ તેમની એક્ટિંગનો કોઈ જવાબ નથી. દરેક પાત્રમાં તેઓ પોતાની અભિનયથી જીવ ફૂંકી દે છે. જોકે, ઁઠગ લાઇફઁમાં તેમનો જાદુ ફીક્કો પડી ગયો.
આ બિગ બજેટ ફિલ્મમાં કમલ હાસન સિવાય તળષા કળષ્ણન, સિલમ્બરસન ટી.આર., મહેશ માંજરેકર, અભિરામી, નાસર, અશોક સેલ્વન, અલી ફઝલ જેવા સ્ટાર્સ મહત્વના પાત્રોમાં જોવા મળે છે. જ્યારે, સાન્યા મલ્હોત્રાનો ફિલ્મમાં માત્ર ડાન્સ નંબર છે.
ઠગ લાઇફની કહાની રંગારાયા શક્તિવેલની આસપાસ ફરે છે, જેનું પાત્ર કમલ હાસને ભજવ્યું છે. રંગારાયા શક્તિવેલને ફિલ્મમાં ડોન બતાવવામાં આવ્યો છે, જેના પોતાના જ લોકો દુશ્મન બની જાય છે. દગો મળ્યા પછી રંગારાયા પોતાના દુશ્મનો પાસેથી બદલો લેવાનો નિર્ણય કરે છે.
ફિલ્મનું ડાયરેક્શન મણિરત્નમે કર્યું છે, જેઓ અત્યાર સુધીમાં ઘણી પોપ્યુલર ફિલ્મો બનાવી ચૂકયા છે. પરંતુ કહાનીના મામલામાં ઠગ લાઇફ ફિલ્મ મ્હાત ખાઈ ગઈ અને એ જ કારણ છે કે ઓડિયન્સે કમલ હાસનની ફિલ્મને એક ઝટકામાં રિજેક્ટ કરી દીધી.
થિયેટર્સમાં ઓડિયન્સ ન મળવાથી ઠગ લાઇફના બિઝનેસ પર ઘણી મોટી અસર પડી. આ મૂવી મોટા ખર્ચમાં બની છે. પરંતુ કમાણી તો દૂરની વાત છે, બોક્સ ઓફિસ પર ફિલ્મ પોતાની ખર્ચ પણ ન વસૂલ શકી. આથી મેકર્સને મોટું નુકસાન વેઠવું પડ્યું.
કમલ હાસનની ઠગ લાઇફ ફિલ્મની મેકિંગ પર લગભગ ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. બોક્સ ઓફિસ પર હાલત એવી થઈ કે ઠગ લાઇફની કમાણી લાખોમાં સીમિત થવા લાગી છે. સેકનિલ્કની રિપોર્ટ મુજબ, ફિલ્મે ભારતમાં ૯મા દિવસે ૭૫ લાખ, ૧૦મા દિવસે ૯ લાખ, ૧૧મા દિવસે ૯ લાખ અને ૧૨મા દિવસે ૨૯ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ઘરેલુ બોક્સ ઓફિસ પર કમલ હાસનની ઠગ લાઇફની કમાણી અત્યાર સુધીમાં માત્ર ૪૬.૮૪ કરોડ રૂપિયા થઈ છે. ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૨ દિવસમાં આ મૂવી વર્લ્ડવાઇડ ૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી છે. નવાઈની વાત છે કે કમલ હાસનની ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકી નહીં.(૪૦.૧૪)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
