તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 18th June 2025
૧૦-૧૨ લાખ રૂપિયા નહીં ઉર્વશી રૌતેલાના ગાઉનની કિંમત ૨૫ લાખ રૂપિયા
શોખ બડી ચીઝ હૈ..

મુંબઈ,તા.૧૮: ગ્લોબલ સુપર સ્ટાર, ક્વીન ઓફ કાન જેવા અને હુલામણા નામથી ઓળખાતી બોલીવૂડની સુંદર અને સ્ટાઈલિસ્ટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઉર્વશીના ૧૦૦ મિલિયનથી વધુ ફોલોવર્સ થે અને સૌથી નાની ઉંમરમાં ફોર્બ્સ રિચ લિસ્ટમાં સામેલ થનારી ભારતીય તરીકે પણ ઉર્વશીના નામની નોંધ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઉર્વશીની પોસ્ટ ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જતી હોય છે અને હાલમાં જ ઉર્વશીએ પહેરેલા ગાઉનની સાથે સાથે તેની કિંમતની પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ ઉર્વશીના આ ગાઉનમાં...
ઉર્વશી રૌતેલાની સ્ટાઈલ અને સુંદરતા હંમેશા જ લાઈમલાઈટમાં રહે છે. તે જે કંઈ પણ પહેરે છે તે ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં જ એક્ટ્રેસ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી જ્યાં તેણે ડિઝાઈનર યાનિના યુલિયા એટલે કે યાનિના કાઉચર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો ગાઉન પહેર્યો હતો. આ ગાઉનની કિંમત ૨૫ લાખ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે. સફેદ ટયુલ અને કાળા ફૂલના વર્કવાળો આ કસ્ટમ ગાઉન તેને પરી જેવો લૂક આપ્યો હતો
સોશિયલ મીડિયા પર આ ગાઉનની કિંમત વિશે જાત જાતની ચર્ચા ચાલી રહી છે. ૨૫ લાખ રૂપિયાની કિંમતનો આ ગાઉન નેટિઝન્સ માટે આશ્ચર્ય નું કારણ બન્યું છે. ૨૫ લાખ રૂપિયામાં તો સારામાં સારી કાર આવી જાય પણ ઉર્વશીએ ગાઉન માટે જ આટલા પૈસા ખર્ચી નાખતા એક વાત તો સ્પષ્ટ થઈ છે કે શોખ બડી ચીઝ હૈ..
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
