તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
‘સરદાર 2’ના શૂટિંગ માટે બેંગકોક પહોંચી માલવિકા મોહનન

મુંબઇ : પ્રખ્યાત મલયાલમ અને હિન્દી સિનેમા અભિનેત્રી માલવિકા મોહનન તેની આગામી તમિલ ફિલ્મ 'સરદાર 2' ના શૂટિંગ માટે બેંગકોક પહોંચી છે. તે સ્પાય-થ્રિલર ફિલ્મમાં અભિનેતા કાર્તિ અને રાજીશા વિજયન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.માલવિકાએ ઇન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શન પર બેંગકોક સેટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં તે શૂટિંગની તૈયારી કરતી જોવા મળી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મની ટીમ આ છેલ્લા શેડ્યૂલમાં કેટલાક રોમાંચક એક્શન દ્રશ્યો અને એક ખાસ ગીતનું શૂટિંગ કરી રહી છે. ‘સરદાર 2’ એ 2022ની હિટ ફિલ્મ ‘સરદાર’ની સિક્વલ છે, જેનું નિર્દેશન પી.એસ. મિત્રન કરી રહ્યા છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
