તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
નિકિતા દત્તાએ ખુલાસો કર્યો, ‘હું UPSC પરીક્ષા આપીને સિવિલ સર્વિસમાં જોડાવા માંગતી હતી’

મુંબઇ : અભિનેત્રી નિકિતા દત્તા હાલમાં ‘જ્વેલ થીફ’માં તેના કામ માટે પ્રશંસા મેળવી રહી છે. આ ફિલ્મમાં તે જયદીપ અહલાવત અને સૈફ અલી ખાન સાથે જોવા મળી રહી છે. પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં, અભિનેત્રીએ કહ્યું કે તેનો ઉછેર ઘણી શિસ્ત, નિર્ધારિત નિયમો અને એક નિશ્ચિત દિનચર્યા સાથે થયો હતો.નિકિતા દત્તાએ જણાવ્યું કે તેમનો ઉછેર એવા વાતાવરણમાં થયો હતો જ્યાં નિયમો અને જવાબદારીઓ સૌથી વધુ મહત્વ ધરાવતા હતા. આ ઉછેરે મને શિસ્ત અને સખત મહેનત શીખવી. તેણીએ એ પણ ખુલાસો કર્યો કે અભિનેત્રી બનતા પહેલા તે UPSC પરીક્ષા આપીને સિવિલ સર્વિસમાં જોડાવા માંગતી હતી.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
