તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ : મહિલા સ્પર્ધકો ચેલેન્જના નામે તેમના અંડરગાર્મેન્ટ્સ ઉતારતી જોવા મળી : વિવાદાસ્પદ અભિનેતા એજાઝ ખાન ફરી ચર્ચામાં

નવી દિલ્હી તા.૧ : વિવાદાસ્પદ અભિનેતા એજાઝ ખાન હંમેશા ચર્ચામાં રહે છે. વિવાદોમાં રહેતા એજાઝ આ વખતે તેના શોને લઇને વિવાદમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર જંગ છેડાઇ છે. આ દિવસોમાં હાઉસ એરેસ્ટ આ ગુસ્સાનો ભોગ બની રહ્યું છે. પરંતુ આ હાઉસ એરેસ્ટ શો શું છે અને તેના પર વિવાદ કેમ વધી રહ્યો છે? ચાલો તમને જણાવીએ. આ રિયાલિટી શો ઉલ્લુ એપ પર સ્ટ્રીમ કરવામાં આવે છે, જ્યાં 18+ કન્ટેન્ટની ઘણી બધી સામગ્રી છે.
હાઉસ એરેસ્ટ રિયાલિટી શો એજાઝ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે, જે બિગ બોસ 7 નો ભાગ હતો. આ શો પણ બિગ બોસ જેવી જ થીમ પર પ્રસારિત થયો હતો. પરંતુ હવે તે એડલ્ટ રૂપ લઈ ચૂક્યો છે. જેમ નામ સૂચવે છે તેમ સ્પર્ધકોને જેલ જેવા ઘરમાં બંધ કરવામાં આવ્યા છે, જેનો બહારની દુનિયા સાથે કોઈ સંબંધ નથી. તેમને એકબીજા સાથે લડવા માટે બે જૂથોમાં વહેંચવામાં આવ્યા છે.
જેલ સાથે નાતો
આ શોમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે એડલ્ટ શો કર્યા છે, જેમનો જેલ સાથે પણ સંબંધ રહ્યો છે. ગહના વશિષ્ઠ પણ આમાં સામેલ છે. તે ગંદી બાત શ્રેણીનો ભાગ રહી છે અને વિવાદોને કારણે જેલ પણ ગઈ છે.
અંડરગાર્મેન્ટસ ઉતાર્યા
આ દિવસોમાં શોની કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જ્યાં મહિલા સ્પર્ધકો ચેલેન્જના નામે તેમના અંડરગાર્મેન્ટ્સ ઉતારતી જોવા મળે છે.
લોકો ભળક્યા
ત્યારે એજાઝ ખાન ખુલ્લેઆમ ઇન્ટિમિટી પોઝિશન્સ પર ચર્ચા કરતા જોવા મળે છે, જ્યારે કેટલીકને તે એક્ટ કરાવતો જોવા મળે છે. આ જોઈને લોકો ગુસ્સે થયા તેને રોકવાની માંગ થઈ રહી છે.
યુઝર્સ ક્લિપ શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે આ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાનું કાવતરું છે. છેવટે, આ કેવો શો છે જ્યાં ખુલ્લેઆમ ગંદકી પીરસવામાં આવી રહી છે. સરકારે બંધ કરાવવું જોઇએ. તમને જણાવી દઈએ કે શોના હોસ્ટ એજાઝ 2021 માં ડ્રગ્સ કેસમાં જેલમાં ગયો છે. તેની પત્નીને પણ તાજેતરમાં જ મુક્ત કરવામાં આવી છે. યુઝર્સ પણ તેમના પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
