News of Wednesday, 9th April 2025
ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરનું નિધન
કયામત, લોહા, બાદલ, બાઝી જેવી ફિલ્મો બનાવી હતી

મુંબઇ તા. ૯: પીઢ અભિનેતા મનોજકુમારના નિધન બાદ ફિલ્મ ઉદ્યોગમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં ૮ એપ્રિલ મંગળવારના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સલીમ અખ્તર હિન્દી ફિલ્મ ઉદ્યોગના એક અનુભવી ફિલ્મ નિર્માતા હતા, જેમણે તેમના પ્રોડકશન હાઉસ આફતાબ પિકચર્સના બેનર હેઠળ ‘‘કયામત'', ‘‘લોહા'', ‘‘ચોરોં કી બારાત'', ‘‘બટવારા'', ‘‘બાદલ'', ‘‘બાઝી'' અને ‘‘ઇજજત'' જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ૧૯૯૭માં ફિલ્મ રાજા કી આયેગી બારાતથી સલીમ અખ્રે રાખી મુખર્જીને ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી. રાની ઉપરાંત તેમણે તમન્ના ભાટિયાને પણ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી. આ ફિલ્મનું નામ ‘‘ચાંદ સા રોશન ચેહરા'' હતું.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
