<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ગોવિંદાના પત્‍નિ સુનિતા સાથે છુટાછેડા થઇ રહ્યાની ભારે ચર્ચા

ત્રીસ વર્ષની મરાઠી અભિનેત્રી સાથે ગોવિંદાને અફેર હોવાની ચર્ચા

મુંબઇ તા. ૨૫: હાલમાં બોલીવૂડ અને ટીવી ઇન્‍ડસ્‍ટ્રીની સેલિબ્રિટીઓના જીવનમાં છૂટાછેડાની ઘટનાનું પ્રમાણ વધ્‍યું છે. હવે ૧૯૮૦-૯૦ના સુપર સ્‍ટાર ગોવિંદાની ગળહસ્‍થીમાં પણ ખટાશ ઉભી થઈ હોવાના અહેવાલો મળ્‍યા છે. પત્‍નિ સુનિતા આહૂજા તેને છૂટાછેડા આપવાનો હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. હવે જાણવા મળ્‍યું છે કે, ગોવિંદા અને સુનિતા છૂટાછેડાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે. બંનેએ પોતાના ૩૭ વર્ષ જૂના લગ્નનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. સુનિતાએ પણ કેટલાક ઈન્‍ટરવ્‍યૂમાં કહ્યું છે કે, તે ગોવિંદા સાથે રહેવા માગતી નથી. તે મજાકમાં ગોવિંદાના અફેર વિશે પણ બોલી ચૂકી છે. ગોવિંદાના ૩૭ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાના નિર્ણય પાછળનું કારણ ૩૦ વર્ષીય મરાઠી એક્‍ટ્રેસ હોવાની પણ ચર્ચા છે.  અફવા છે કે ગોવિંદાનું મરાઠી એક્‍ટ્રેસ સાથે અફેર છે. જો કે, ગોવિંદા અને સુનિતા બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્‍યું નથી. ગોવિંદાની પત્‍ની સુનીતા પોતાના બિન્‍દાસ સ્‍વભાવ માટે જાણીતી છે. થોડા સમય પહેલાં જ્‍યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્‍યારે જાણવા મળ્‍યું હતું કે, સુનિતા તેની સાથે નથી રહેતી. ત્‍યારથી બંનેના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્‍યુ હતું. સુનિતાએ પણ પોતાના ઘણા ઈન્‍ટરવ્‍યૂમાં સંકેત આપ્‍યો હતો કે, ગોવિંદાનું અફેર છે. તે તેમના ફલેટની સામે આવેલા બંગ્‍લોમાં રહે છે. કારણકે બંનેનું શિડ્‍યુલ મેળ ખાઈ રહ્યુ નથી. સોશિયલ મીડિયા પર લગ્નજીવનના આ તબક્કામાં છૂટાછેડાંની વાતોએ યુઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કહ્યું કે, એવા માણસની સાથે રહેવુ કેટલુ અઘરૂ હશે, જેના આટલા બધા અફેર્સ માફ કર્યા, માતા અને પૂરા પરિવારની સંભાળ લીધી. હવે તેને જ વળદ્ધાવસ્‍થાના આ તબક્કામાં છોડી રહ્યો છે. અન્‍ય એક યુઝરે લખ્‍યું છે કે, હવે ખબર પડી કે, ગોવિંદાને ગોળી કેમ વાગી હતી. સુનિતાએ જરૂર બંનેને રંગે હાથ પકડ્‍યા હશે. ગોવિંદા અને સુનિતા બે બાળકોના વાલી છે. બંનેએ ૧૧ માર્ચ, ૧૯૮૭માં લગ્ન કર્યા હતાં. લગ્ન સમયે સુનિતા માત્ર ૧૮ વર્ષની હતી, જ્‍યારે ગોવિંદા ૨૪ વર્ષનો હતો. સુનિતા હાલ પોતાના દિકરા યશવર્ધન અને દિકરી ટીના સાથે રહે છે. ગોવિંદા એકલો જ રહે છે. (૧૪.૮)

(3:49 PM IST)