<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

સોહમ શાહની થ્રિલર ફિલ્‍મ ‘ક્રેઝી'નું જબરદસ્‍ત ટ્રેલર રીલીઝ

૨૮મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે ફિલ્‍મ

 

 

મુંબઇ તા. ૧૭: સોહમ શાહ અભિનીત ફિલ્‍મ ‘ક્રેઝી'નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ક્રેઝીનું આ ટ્રેલર ખરેખર ક્રેઝી, અલગ અને યુનિક છે. આ ફિલ્‍મ ભરપુર થ્રિલર હોવાનું જણાઇ આવે છે. સોહમ એક તાજગીસભર, યુનિક અને અતરંગી કોન્‍સેપ્‍ટ લાવ્‍યા છે. દર્શકોને એવુ મજેદાર અને નવું જોવા મળશે જે અગાઉ કદી નથી જોયું. સોહમ શાહની આ ફિલ્‍મ બોલીવૂડના થ્રીલર જોનરમાં નવો મુકામ મેળવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ગિરીશ કોહલી દ્વારા લિખિત અને નિર્દેશીત આ ફિલ્‍મનું નિર્માણ સોહમ શાહ, મુકેશ શાહ, અમિતા શાહ, આદેશ પ્રસાદે કર્યુ છે. સહ નિર્માતા અંકિત જૈન છે. ફિલ્‍મ આગામી ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહી છે.

(4:43 PM IST)