તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
કરણે પહેર્યુ દોઢ લાખનું સ્વેટર પણ લોકોએ ગણાવ્યો એને ભિખારી લુક
પ્રોડ્યુસરે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણું વજન ઘટાડ્યું છે અને આ કારણે લેટેસ્ટ લુક લોકો માટે આヘર્યનુ કારણ બની રહ્યો છે

કરણ જોહરે તેની કરીઅર દરમ્યાન અનેક સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તે પોતાની ફિલ્મો સિવાય નેપોટિઝમના વિવાદ સહિત બીજા અનેક મુદ્દાઓને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના ટ્રાન્સફોર્મેશનને કારણે પણ ચર્ચામાં છે. બાવન વર્ષના કરણ જોહરને હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો જ્યાં તેના લુકને જોઈને લોકો આヘર્યચકિત થઈ ગયા. ફિલ્મમેકરે Doublet બ્રેન્ડનું સ્વેટર અને પેન્ટ પહેર્યાં હતાં. આ આઉટફિટનો લુક એકદમ ચીંથરેહાલ હતો. જોકે આ સ્વેટરની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા છે. કરણનું આ સ્વેટર અને પેન્ટ ઘણી જગ્યાએથી ફાટેલાં હતાં જેને જોઈને યુઝર્સે મજાક શરૂ કરી દીધી. એક યુઝરે કરણને ટ્રોલ કરીને લખ્યું, ‘બિલ્યનેરનો ભિખારી લુક.' કરણના લુક પર યુઝર્સ કમેન્ટ કરીને તેમનું આ?ર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલાં કરણ જોહર તેના ટ્રાન્સફૉર્મેશનને કારણે ચર્ચામાં છે. પ્રોડ્યુસરે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણું વજન ઘટાડ્યું છે, જેના કારણે તેનો લેટેસ્ટ લુક લોકો માટે આヘર્યનું કારણ બની રહ્યો છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
