તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
‘જવાનો સમય થઇ ગયો!' અમિતાભની પોસ્ટ પર ચાહકો બની ગયા ભાવુક
ક્યાં જઇ રહ્યા છો?, આવુ ન લખો...આ શું લખી રહ્યા છો? એ સહિતની કોમેન્ટ ચાહકોએ કરી

ઘ્મુંબઇ તા. ૮: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મિડીયામાં પણ સતત સક્રિય રહે છે. તે સતત પોતાના વિચારો ચાહકો સમક્ષ આ માધ્યમ થકી વ્યક્ત કરતાં રહે છે. હાલમાં જ તેમણે એક પોસ્ટ મુકી છે જેના કારણે વિશાળ ચાહકવર્ગ ચિંતામાં મુકાઇ ગયો હતો. એક્સ પર અમિતાભ બચ્ચને એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે ‘જવાનો સમય આવી ગયો છે' તેવુ ં લખ્યું હતું. તેની આ પોસ્ટ વાંચીને ચાહકો તેને સતત પ્રશ્નો પુછી રહ્યા છે. કેટલાકે તો લાગણીશીલ થઇને આવી વાતો ન લખવા પણ સલાહ સુચન કર્યા છે. તો કેટલાક આ વાતને અભિનેતાના કોઇ પ્રોજેક્ટનો ભાગ ગણાવી રહ્યા છે.
એક ચાહકે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં પુછ્યું હતું કે-ક્યાં જવાનો સમય થઇ ગયો છે? અન્ય યુઝરે આવુ ન લખો સર, બીજાએ સર શું લખી રહ્યા છો આપ? તે પ્રકારની કોમેન્ટ કરી હતી. હાલમાં અમિતાભ બચ્ચન કોૈન બનેગા કરોડપતિ શોને હોસ્ટ કરી રહ્યા છે. હવે પછી તે કલકી-૨૮૯૮ એડીની સિક્વલનું શુટીંગ શરૂ કરશે. જેમાં તે અશ્વત્થામાના રોલમાં છે. ઉપરાંત દિપીકા પાદુકોણ સાથે ધ ઇન્ટર્નની ભારતીય રીમેકમાં પણ કામ કરશે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
