તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
‘‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની'' ફિલ્મ હવે શેમારૂમી ઉપરઃ પ્રેમ અને સંઘર્ષની ગાથા

રાજકોટ તા.ર૧: શેમારૂમી પર ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની' નો પ્રીમિયર શરૂ થયેલ છે. પ્રેમ, સાંસ્કૃતિક રંગો અને વ્યક્તિગત શોધ સાથે ગોઠવાયેલ આ ફિલ્મ દુનિયાભરના દર્શકોના દિલ જીતવાની તૈયારીમાં છે.
પ્રિતસિંહ ગોહિલ દ્વારા દિગ્દર્શિત અને દિવ્યેશ દોષી અને જગત ગાંધી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં ત્રણ રસપ્રદ પાત્રોના જીવનની કથા રજૂ કરવામાં આવી છેラસિદ્ધિ ઈદનાની દ્વારા અભિનીત ઇતિ, એક સપનાજીવી અભિનેત્રી જેની કાળજીભર્યું હ્રદય છે, મિત્ર ગઢવી દ્વારા અભિનીત રાહુલ, એક મનોરંજક પાત્ર જે મેટ્રિમોનીયલ એજન્સી ચલાવે છે અને દરરોજ સંબંધોની ચડત-ઉતરત અનુભવતો રહે છે, અને દેવર્ષિ શાહ દ્વારા અભિનીત વેદ, કેનેડામાંથી પાછા ફરે છે અને સંસ્કૃતિ અને લાગણીઓમાં પરિવર્તન લાવે છે.
તેમના માર્ગો જયારે એકબીજાને મળે છે, છે, ત્યારે પ્રેમ પરંપરાઓ અને આધુનિક જીવનની વચ્ચે સંતુલન રાખવા માટેના સંદ્યર્ષની વાત અને જોડાણની શક્તિની ઉજવણીમાં આગળ વધે છે. આ કથા દર્શાવે છે કે કઈ રીતે પ્રેમ ફૂલેફાલે છે અને કેવી રીતે જીવનના પડકારો આપણા સબંધો અને વિકાસની સત્ય વસ્તુઓને ખોલી શકે છે.
આ ફિલ્મમાં હિતેન કુમાર, તત્સત મુનશી, ઝાનવી ગુટનાની અને સુચિતા ત્રિવેદી જેવા કલાકારો પણ છે, જે આ ભાવનાત્મક વાર્તાને ઊડાણ આપે છે.
જુઓ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની' નો વિશ્વ ડિજિટલ પ્રીમિયર ૧૮ જાન્યુઆરી, ૨૦૨૫થી શેમારૂમી પર એક્સક્લૂસિવ સ્ટ્રીમિંગ થાય છે. પ્રેમ અને નાટકના મિશ્રણ સાથે આ ફિલ્મ તમારી ફેવરિટ બની રહેવાની આશા સેવાઇ રહી છે. (
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
