તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 5th January 2025
અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સનું ટ્રેલર થયું રિલીઝઃ સારા અને ડેબ્યુટન્ટ વીર પણ સામેલ :જુઓ વિડીયો

મુંબઈ, દેશભક્તિ અને સેના સાથે જોડાયેલી ભાવનાઓથી ફિલ્મ ઇન્સ્ટ્રીઝની શરુઆત થવા જઈ રહી છે. અક્ષય કુમારની સ્કાય ફોર્સનું ટ્રેલર આજે રવિવારે રિલીઝ થઈ ગયું છે, આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સારા અલી ખાન અને વીર પહાડિયા પણ છે. વીર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
સ્કાય ફોર્સ નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે, આ એક દેશભક્તિની ફિલ્મ છે. અક્ષય કુમાર બહાદુર આર્મી ઓફિસર ટાઈગર છે, જ્યારે વીર પહાડિયા ટેબ્બીના રોલમાં છે. સારા અલી ખાન વીરની પત્નીનો રોલ કરી રહી છે. ફિલ્મના ટ્રેલર પરથી આખી સ્ટોરી લગભગ સ્પષ્ટ છે કે તે પાકિસ્તાન સામે બદલો લેવાની, એક આશાસ્પદ અધિકારીની ખોટ અને પછી તેના પરિવારની તે પીડા સાથે સંઘર્ષ કરવાની સ્ટોરી છે. પરંતુ તે અધિકારી પછીથી મળશે કે નહીં? તે તો આ ફિલ્મ જોયા પછી ખબર પડશે.
ટ્રેલરમાં ઘણા બધા એરિયલ શોટ્સ છે, જે તમને પરિચિત લાગશે. સાથે સાથે ખોળામાં એક નાનકડું બાળક લઈને પત્નીની વેદના, પોતાના ભાઈ જેવા અધિકારીને પાછું મેળવવાનો સંઘર્ષ અને સરકારની ઉપેક્ષા પણ તમને નવી અનુભૂતિ કરાવતી નથી. પરંતુ દેશભક્તિ એક એવી ભાવના છે કે, જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાય છે, ત્યારે તે દર્શકોના હૃદય પર થોડી છાપ છોડી જાય છે. તે જ સમયે, અક્ષય કુમારનો ફેન્ડમ એવો છે કે તેની પાસેથી અપેક્ષાઓ ક્યારેય તૂટતી નથી.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
