હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટાઈગર શ્રોફે સપ્ટેમ્બર 2025માં રિલીઝ થનારી 'બાગી 4'ની કરી જાહેરાત

મુંબઈ: બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફે તેની આગામી 'બાગી' ફ્રેન્ચાઈઝીની જાહેરાત કરી છે. એ હર્ષ દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સ્ક્રીન પર આવશે.ટાઈગરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક જોતા લાગે છે કે આ ફિલ્મમાં ટાઈગર થોડો અલગ જ દેખાવવા જઈ રહ્યો છે, કારણ કે તે "લોહી મિશન" પર કામ કરી રહ્યો છે.પોસ્ટરમાં, અભિનેતા શૌચાલયની સીટ પર ચાકુ અને દારૂની બોટલ સાથે બેઠો જોવા મળે છે. સમગ્ર દિવાલ, ફ્લોર અને તેના ચહેરા પર લોહીના ડાઘા છે. પોસ્ટરમાં કેટલાક મૃત લોકો જમીન પર પડેલા પણ જોવા મળે છે.તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, “એક કાળો આત્મા, એક લોહિયાળ મિશન. આ વખતે તે પહેલા જેવો નથી.ફિલ્મના દિગ્દર્શકની વાત કરીએ તો તે કન્નડ ફિલ્મો “બિરુગલી”, “ચિંગારી”, “ભજરંગી”, “અંજની પુત્ર” અને “વેધા” બનાવવા માટે જાણીતા છે."બાગી" એક એક્શન થ્રિલર છે. તે સૌપ્રથમ 2016 માં રિલીઝ થઈ હતી અને તેનું નિર્દેશન સબ્બીર ખાને કર્યું હતું. તે 2004ની તેલુગુ ફિલ્મ "વર્ષમ"ની રીમેક હતી. ક્લાઈમેક્સ 2011ની ઈન્ડોનેશિયન ફિલ્મ "ધ રેઈડ: રીડેમ્પશન" પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં ટાઇગર, શ્રદ્ધા કપૂર અને સુધીર બાબુએ અભિનય કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
