તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th October 2024
રેમો ડિસોઝા પત્ની લિઝેલ સહિત પ પર છેતરપિંડીનો આરોપઃ ડાન્સ ગ્રુપ સાથે ઠગાઇ
થાણે પોલીસમાં ૧૧.૯૬ કરોડની છેતરપીંડીની ફરીયાદ દાખલઃ ટીવી શોમાં જીત બાદ રકમ ન આપવાનો આરોપ

મુંબઈ : બોલિવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝેલ ડિસોઝા અને અન્ય પાંચ લોકો સામે ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈની થાણે પોલીસે જણાવ્યું કે આ ફરિયાદ શનિવારે નોંધાઈ હતી. રેમો અને તેની પત્ની સહિત અન્ય તમામ લોઑગન પર 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.
એક અધિકારીએ જણાવ્યું કે 26 વર્ષની એક ડાન્સરે રેમો ડિસોઝા, તેની પત્ની લીઝલ અને અન્ય પાંચ લોકો પર આ આરોપ લગાવ્યો છે. પીડિત ડાન્સરે 16 ઓક્ટોબરે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેમો ડિસોઝા અને અન્ય 6 લોકો સામે કલમ 465 (ફોરરી), 420 (છેતરપિંડી) અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ફરિયાદ મુજબ, ડાન્સર અને તેના જૂથે 2018 થી જુલાઈ 2024 વચ્ચે છેતરપિંડી કરી હતી. આ ગ્રૂપે ટીવી શોમાં પ્રદર્શન કરીને જીત મેળવી હતી. ફરિયાદીનું કહેવું છે કે રેમો અને અન્ય આરોપીઓએ એવું બહાનું કર્યું કે જૂથ તેમનું છે અને તેમના દ્વારા જીતવામાં આવેલી 11.96 કરોડ રૂપિયાની ઈનામી રકમ હડપ કરી લીધી. આ કેસમાં રેમો ડિસોઝા અને લિઝલ ડિસોઝા ઉપરાંત ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, એક પોલીસકર્મી અને રમેશ ગુપ્તા નામના વ્યક્તિનું નામ આરોપી તરીકે છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
