<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સલમાન ખાન યુએસમાં ટૂર યોજી રહ્યાના નામે છેતરપીંડી

ખુદ અભિનેતાએ કહ્યું કે તે કોઇ આવુ આયોજન કરી રહ્યો નથીઃ જવાબદાર સામે કાનુની કાર્યવાહી થશે

મુંબઇ તા. ૧૭: બોલીવૂડના દબંગ સુપરસ્‍ટાર સલમાન ખાનના નામે ચાહકોને છેતરવાનો પ્રયાસ થયો છે. સલમાન ખાનની યુએસ ટૂર નાનામે આવો પ્રયાસ થતાં ખુદ સલમાન ખાને એક નિવદેન થકી આવુ કરનારા સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્‍યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્‍ટ શેર કરતા ટીમે કહ્યું કે સલમાન અત્‍યારે કોઈ ટૂર નથી કરી રહ્યો. એવું પણ કહેવામાં આવ્‍યું છે કે યુએસ પ્રવાસના નામે પૈસા પડાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખુદ સલમાન ખાને પણ નિવેદન શેર કરી લખ્‍યું છે કે-તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સલમાન ખાન કે તેની સાથે જોડાયેલી કોઈપણ કંપનીએ કે તેની ટીમે યુએસમાં કોઈ કોન્‍સર્ટ કે કાર્યક્રમનું આયોજન કર્યું નથી. આગળ લખવામાં આવ્‍યું છે કે સલમાન ખાન પરફોર્મન્‍સ કરવા જઈ રહ્યો છે તેવો કોઈપણ દાવો તદ્દન ખોટો છે. કળપા કરીને તેમના પર વિશ્વાસ કરશો નહીં. આવા કોઈપણ ઈ-મેલ, સંદેશ કે જાહેરાતને સાચા તરીકે સ્‍વીકારશો નહીં. આવી ખોટી અફવા ફેલાવનારા અને છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે સલમાન ખાને વિદેશમાં કોન્‍સર્ટ યોજી હતી. સલમાન હાલમાં સિકંદર ફિલ્‍મના શુટીંગમાં વ્‍યસ્‍ત છે. જે આવતા વર્ષે ઇદ પર રિલીઝ થશે. આ સિવાય તે બિગ બોસ સિઝન-૧૮ને હોસ્‍ટ કરતો જોવા મળશે.

(3:28 PM IST)