<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

'જેલર'માં રજનીકાંત સાથે ધબધબાટી કરનાર વિલને એરપોર્ટ પર કર્યું ગેરવર્તન : નશામાં ધૂત અભિનેતાનો વીડિયો થયો વાયરલ : જુઓ વિડીયો

જેલરનાં અભિનેતા વિનાકાયને હૈદરાબાદ એરપોર્ટ પર ગેટ સ્ટાફ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યા બાદ તેની અટકાયત કરવામાં આવી : અભિનેતા નશાની હાલતમાં હતો : આ પહેલા પણ આવા કેસમાં ફસાઈ ચૂક્યા છે એક્ટર

કોચી : મલયાલમ અભિનેતા વિનાયકન પર હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટના ગેટ સ્ટાફ સાથે ઝપાઝપી કરવાનો આરોપ છે. પોલીસે શનિવારે કેસ નોંધ્યો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ વિનાયકન નશાની હાલતમાં હતો. વિનાયકન, જે છેલ્લે રજનીકાંતની ફિલ્મ 'જેલર'માં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો, તે ઇન્ડિગોની ફ્લાઇટમાં કોચીથી ગોવા થઈને હૈદરાબાદ ગયો હતો. તે કથિત રીતે નશામાં હતો અને ઈન્ડિગો એરલાઈન્સના ગેટ સ્ટાફ સાથે તેની દલીલ થઈ હતી. બાદમાં તેણે અધિકારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. સીઆઈએસએફ દ્વારા અભિનેતાની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ફરિયાદ બાદ અભિનેતાને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે વિનાયકન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્વિટર પર શેર કરાયેલા એક વીડિયોમાં વિનાયકન ફ્લોર પર શર્ટલેસ બેઠેલા અને સ્ટાફના સભ્યો પર બૂમો પાડતો જોવા મળ્યો હતો, જેના કારણે તેને એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે, 'મામલો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.' વિનૈકાન દ્વારા આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે વિનાયકન મુશ્કેલીમાં હોય. ઑક્ટોબર 2023 માં, વિનાયકનને કેરળ પોલીસે નશાની હાલતમાં કથિત રીતે હંગામો મચાવવા બદલ ધરપકડ કરી હતી. દક્ષિણના વેપાર વિશ્લેષક મનોબાલા વિજયબાલને ટ્વીટ કર્યું, 'અભિનેતા વિનાયકનની એર્નાકુલમ ઉત્તર પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કથિત રીતે હંગામો મચાવવા બદલ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ પોલીસ સ્ટેશનમાં ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવી હતી. અભિનેતાને મેડિકલ તપાસ માટે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વર્ક ફ્રન્ટ પર, વિનાયકન આગામી સમયમાં ચિયાન વિક્રમની ધ્રુવ નટચથિરમમાં જોવા મળશે. આ ફિલ્મ ઘણા મહિનાઓથી અટવાયેલી છે અને રિલીઝ ડેટ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

 

(4:22 PM IST)