News of Tuesday, 2nd July 2024
એન્ડપિકચર્સમાં શુક્રવારે મિશન રાણીગંજ નો પ્રિમિયર અક્ષય કુમાર જૂઓ જશવંત સિંગ ગીલ તરીકે...

અમદાવાદ : ૫મી જુલાઈએ શુક્રવારે સાંજે ૭ વાગે એન્ડપિકચર્સ પર ‘મિશન રાણીગંજ'ના ચેનલ પ્રીમિયર સાથે વીરતા અને હિંમતની આકર્ષક વાર્તાને અનુભવો. બહાદુરી અને નિヘયની આ અસાધારણ વાર્તા ૧૯૮૯ના વાસ્તવિક જીવન રક્ષાના મિશન પર આધારીત છે. મિશન રાણીગંજ એ સ્વર્ગિય જશવંત સિંધ ગીલને આપવામાં આવેલી શ્રધ્ધાંજલી છે, જેને વીરતાપૂવર્ક કોલસાની ખાણમાં ફસાયેલ ૬૫ ખાણીયાઓ નો જીવ બચાવ્યો હતો. અક્ષય કુમાર એ જશવંત સિંધ તરીકે અટલ સંકલ્પ અને હિંમતનું પ્રદર્શન કરે છે, કેમકે તે ફસાયેલા ખાણિયાઓને બચાવવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવેલી કેપ્સુલનો ઉપયોગ કરે છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
