તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
કોન્ટ્રેકટ કિલરના રોલમાં સની લિયોની

અભિનેત્રી સની લિયોની હવે નવી ફિલ્મ કોટેશન ગેંગમાં અલગ જ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું ટ્રેલર જોતાં તેમાં એક્શન, સસ્પેન્સનો ભરપુર ડોઝ જોવા મળી રહ્યો છે. સની લિયોની આ ફિલ્મમાં હટકે રોલ નિભાવી રહી છે. સામાન્ય રીતે તે ગ્લેમરસ ભુમિકાઓમાં જોવા મળી છે. પણ અહિ તેણે અલગ કામ કર્યુ છે. તેનું સંપુર્ણ ટ્રાન્સફોર્મેશન થયું હોય તેવું જણાય છે. ચેન્નઇમાં આ ફિલ્મના રોલ વિશે અભિનેત્રીએ વાત કરી હતી. તેણે કહ્યું કે આ રોલ એવો છે જેનાથી મારી ઇમેજ બદલી જવાની છે. લોકો પણ મને આ વાત આવીને કહી રહ્યા છે. કોટેશન ગેંગમાં સની લિયોની એક હત્યારણની ભુમિકામાં જોવા મળશે, જે એક ગેંગની મુખ્ય સુત્રધાર છે અને કોન્ટ્રેક્ટ કિલીંગમાં માહેર છે. સનીની કેનેડી અને એક મલાયલમ ફિલ્મ તેમજ હિમેશ અને પ્રભુદેવા સાથેની ફિલ્મ પણ કતારમાં છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
