તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
પ્રભાસે ૮૦ કરોડ અને દીપિકાએ ૨૦ કરોડ ચાર્જ કર્યા કલ્કિ ૨૮૯૮ AD માટે ?
અશ્વત્થામાના પાત્ર માટે અમિતાભ બચ્ચને પણ ૨૦ કરોડ ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે

નવી દિલ્હી, તા.૨૮: ‘કલ્કિ ૨૮૯૮ AD' ગઈ કાલે રિલીઝ થઈ છે અને આ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ મોટું બજેટ ફાળવવામાં આવ્યું હતું. એમ છતાં ઍક્ટર્સે તેમની ફિલ્મની ફીમાં ઘટાડો કર્યો હતો જેથી ફિલ્મની ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ ન કરવું પડે. પ્રભાસ એક ફિલ્મ માટે ૧૫૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ અંદાજે ૬૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે તેણે ૮૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ ફિલ્મ દ્વારા તેલુગુમાં ડેબ્યુ કરનાર દીપિકાએ તેના સુમતિના પાત્ર માટે ૨૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે. અશ્વત્થામાના પાત્ર માટે અમિતાભ બચ્ચને પણ ૨૦ કરોડ ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે. કમલ હાસનનું આ ફિલ્મમાં નાનકડું, પરંતુ મહત્ત્વનું પાત્ર છે અને એ માટે તેમને પણ ૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે. દિશા પાટણીને તેના પાત્ર માટે બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમ જ તેના પાત્રને લઈને ખૂબ જ સીક્રેટ રાખવામાં આવ્યું છે. આ સાથે જ ફિલ્મમાં જેટલી પણ મહેમાન ભૂમિકા છે તેમને કેટલી ફી આપવામાં આવી છે એ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
