<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

‘ઓરો મેં કહાં દમ થા' સાઇન કરતાં જ સાઇના ઘરે રાખવામાં આવી હતી પૂજા

અજય-તબ્‍બુ સાથે સાઇ માંજરેકરની ફિલ્‍મમાં ખાસ ભુમિકાઃ પાંચમી જુલાઇએ રીલીઝ થશે ફિલ્‍મ

 

મુંબઇ તા. ૧૫: અભિનેત્રી સાઈ  માંજરેકરની નવી ફિલ્‍મ ‘ઔરોમેં કહાં દમ થા' આવી રહી છે. આ ફિલ્‍મ તેણે સાઈન કરતાની સાથે જ તેના માતા-પિતા એટલા ખુશ થઈ ગયા કે બીજા જ દિવસે તેઓએ ઘરે પૂજાનું આયોજન કર્યુ હતું. ઔરો મેં કહાં દમ થાનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્‍યું હતું અને તેને તમામ ક્‍વાર્ટર તરફથી પ્રશંસા મળી રહી છે. ફિલ્‍મમાં અજય દેવગણ, તબ્‍બુ, જીમ્‍મી શેરગીલ, શાંતનુ મહેશ્વરી સાથે સાઈ માંજરેકર મુખ્‍ય ભુમિકામાં છે. સાઇ કહે છે આ ફિલ્‍મમાં મને રોલ મળતાં હું ખુબ જ ઉત્‍સાહિત છું. મેં ઘરે વાત કરતાં જ પરિવારજનોએ ખુશ થઇ ઘરે એક નાનકડી પૂજા રાખી હતી. નિરજ પાંડે દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મનું નિર્માણ શિતલ ભાટીયા, નરેન્‍દ્ર હિરવાણી, કુમાર મંગત પાઠક અને સંગીતા આહિરે કર્યુ છે. રોમાન્‍ટીક થ્રીલર જોનરની આ ફિલ્‍મ પાંચમી જુલાઇએ રિલીઝ થવાની છે.

(11:36 AM IST)