તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સરફિરા'નું પોસ્ટર થયું રિલીઝઃ કદીયે ન જોયેલા રોલમાં દેખાશે ખેલાડી
ફિલ્મ ‘સરફિરા'માં જુદા જુદા રોલ્સ માટે પ્રખ્યાત અક્ષય કુમાર સાથે પરેશ રાવલ, રાધિકા મદન અને સીમા બિસ્વાસ જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે

મુંબઇ, તા.૧૫: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર દર્શકો માટે હમેંશા નવા અને સસ્પેન્સફૂલ પ્રોજેક્ટ્સ લાવે છે. તેવી જ રીતે, હાલમાં અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સરફિરા'નું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘સરફિરા' ૧૨ જુલાઈએ આખા દેશમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેની સ્ટોરી સાથે દર્શકોને આકર્ષિત કરવાની સાથે ફિલ્મમાં સામાન્ય માણસ મોટા સપનાઓ જોવા અને તેનો પીછો કરવા કેવી રીતે પ્રયત્નો કરે છે તે બાબતે એક યુનિક સ્ટોરી વડે બતાવવામાં આવ્યું છે.
અભિનેતા અક્ષય કુમારે પોતાની ફિલ્મનું પહેલું પોસ્ટર જાહેર કરવા માટે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. ઇનસ્ટાગ્રામ પર ‘સરફિરા'નું નવું પોસ્ટર શેર કરી અક્ષય કુમારે લખ્યું મોટા સપના જોવાની હિંમત કરનાર માણસની વાર્તા! અને મારા માટે આ એક વાર્તા છે, એક પાત્ર છે, એક ફિલ્મ છે, જીવનભરની તક છે! સરફિરાનું ટ્રેલર ૧૮મી જૂને રિલીઝ થશે. ૧૨મી જુલાઈએ સરફિરાને પકડો, માત્ર સિનેમાઘરોમાં.
બેબી, એરલિફ્ટ અન ટોયલેટ એક પ્રેમ કથા જેવી અનેક હિટ ફિલ્મોમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ, ફિલ્મ સરફિરામાં જુદા જુદા રોલ્સ માટે પ્રખ્યાત અક્ષય કુમાર સાથે પરેશ રાવલ, રાધિકા મદન અને સીમા બિસ્વાસ જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં સ્ટાર્ટઅપ અને એવિએશનની દુનિયાની સ્ટોરી દર્શાવવામાં આવી છે. સરફિરા સામાન્ય માનવીને મોટા સપનાઓ જોવા અને પોતાના સપનાઓનો પીછો કરવા માટે પ્રેરિત કરવા માટે તૈયાર છે, ભલે દુનિયા તમને પાગલ કહે, તેવા પાત્રના રોલમાં અક્ષય કુમાર જોવા મળવાનો છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર સુધા કૉંગરા દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે. સુધા કોંગરાએ સોરારઈ પોટરર્ુીં જેવી ફિલ્મોમાં તેમની યુનિક સ્ટોરી માટે વાર્તા માટે પ્રખ્યાત છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન અને સ્ક્રીનપ્લે માટે રાષ્ટ્રીય એવોડ પણ મળ્યો હતો. સુધા કોંગરાની બાઇલિંગ્વલ ઈરુધિ સુત્રુ (તમિલ) અને સાલા ખડૂસ(હિન્દી) ફિલ્મે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. સુધા અને શાલિની ઉષાદેવી દ્વારા લખવામાં આવેલ, પૂજા તોલાણીના ડાઈલોગ્સ સાથે, અને જી.વી. પ્રકાશ કુમાર દ્વારા સંગીત આપવામાં આવેલી ફિલ્મ સરફિરાને અરુણા ભાટિયા, સાઉથ સુપરસ્ટાર સૂર્યા અને જ્યોતિકા અને વિક્રમ મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અક્ષય કુમારની નવી ફિલ્મ ખેલ ખેલનું પણ પહેલું લુક જાહેર થયું હતું. આ ફિલ્મને મુદસ્સર અજીજે ડિરેક્ટ કરી છે જે ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસી પન્નૂ, વાણી કપૂર, એમી વર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જયસ્વાલ અને ફરદીન ખાન જેમાં એક્ટર્સ જોવા મળશે. આ ફિલ્મ એક કોમેડી-ડ્રામા છે જેથી લોકોમાં તેનો ઉત્સાહ વધી રહ્યો છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
