તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
સોનાક્ષી સિન્હા ઝહીર ઇકબાલ સાથે ૨૩ જૂનેે મુંબઈમાં લગ્ન કરશે
સોનાક્ષી સિન્હા પ્રભુતામાં પગલા માંડશેઃશત્રુધ્ન સિન્હા અને પૂનમ સિન્હા દીકરીનાં લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત

મુંબઈ,તા.૧૧
બોલીવુડના પીઢ અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિંહની પુત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે આ કપલની લગ્નની તારીખો જાહેર થઈ ગઈ હોવાની વાત વહેતી થઈ છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, આ કપલ આજ મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે. સોનાક્ષી સિન્હાના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા તેમની દીકરીના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોનાક્ષી અને ઝહીર ૨૩ જૂને તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ દંપતીએ ડેસ્ટિનેશન મેરેજમાં જવાને બદલે મુંબઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, લગ્ન મુંબઈમાં થશે. જોકે, લગ્નમાં દંપતીના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવશે. જો કે, લગ્ન પછી, આ દંપતી એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે
જો કે સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવારે હજુ સુધી આ અહેવાલનો જવાબ આપ્યો નથી. સોનાક્ષી અને ઝહીર છેલ્લા ૪-૫ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધનો સ્વીકાર કર્યો નથી. બંનેએ હંમેશા કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે. સૂત્રોનું માનીએ તો સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મેગેઝીનના કવરની જેમ તૈયાર કરવામાં આવશે. તેના પર લખવામાં આવશે - 'અફવાઓ સાચી છે...' લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ઔપચારિક રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉજવણી મુંબઈમાં થઈ શકે છે. આ રેસ્ટોરાંની માલિક બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે.સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે અત્યાર સુધી બંનેએ આ અંગે ખુલીને વાત કરી નથી કે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમના બોન્ડને જાહેર કરે છે. તાજેતરમાં જ સોનાક્ષીના જન્મદિવસ પર પણ ઝહીરે અભિનેત્રી સાથેના ઘણા ક્યૂટ ફોટા શેર કર્યા હતા.
૩૬ વર્ષીય ઝહીર ઈકબાલે ૨૦૧૯માં ફિલ્મ 'નોટબુક'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે ૨૦૨૨ માં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર 'ડબલ એક્સએલ' માં જોવા મળ્યો હતો. પોતાની ૬ વર્ષની કારકિર્દીમાં ઝહીરે આ બંને ફિલ્મોમાં કામ કર્યું છે જે ફ્લોપ રહી હતી. ઝહીરના પિતા ઈકબાલ રત્નાસી પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. ઝહીરને લોન્ચ કરવામાં સલમાને પણ મદદ કરી હતી. આ પહેલા ઝહીર સલમાનના ભાઈ સોહેલની એક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતો.
સોનાક્ષી ઉપરાંત ઝહીરનું નામ દીક્ષા સેઠ અને સના સઈદ જેવી અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. સોનાક્ષીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે 'હીરામંડી'ને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં 'કાકુડા' અને 'નિકિતા રોય' જેવી ફિલ્મોમાં જોવા મળશે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
