<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ધુરંધરઃ ધ રિવેન્‍જના ધમાકેદાર ક્‍લાઇમેક્‍સમાં વપરાયું હતું ૫૦૦ લીટર પેટ્રોલ અને અનેક કિલો વિસ્‍ફોટક સામગ્રી

આદિત્‍ય ધર વિસ્‍ફોટનાં દ્રશ્‍યોમાં સ્‍પેશ્‍યલ ઇફેક્‍ટનો ઉપયોગ કરવા માગતો નહોતો. તેણે બધાને સંપૂર્ણ ક્રીએટિવ સ્‍વતંત્રતા આપી હતી

 

મુંબઇ તા.૨: ‘ધુરંધર : ધ રિવેન્‍જ'ની રિલીઝને હવે ૪૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ દર્શકોના મનમાં હજી પણ ફિલ્‍મની જબરદસ્‍ત એક્‍શન અને ધમાકેદાર સીનની છાપ સચવાયેલી છે. ફિલ્‍મના ક્‍લાઇમેક્‍સમાં દેખાડવામાં આવેલા વિશાળ ટેન્‍કર-વિસ્‍ફોટનું લ્લશ્‍ય આજે પણ ચર્ચામાં છે. હાલમાં ફિલ્‍મના સ્‍પેશ્‍યલ ઇફેક્‍ટ સુપરવાઇઝર વિશાલ ત્‍યાગીએ આ ક્‍લાઇમેક્‍સ સીનના શૂટ વિશે ખુલાસો કર્યો કે આ સીન સંપૂર્ણપણે અસલી હતો અને એમાં કોઈ પણ પ્રકારની ઇફેક્‍ટનો ઉપયોગ કરવામાં આવ્‍યો નહોતો. આ શૂટનો અનુભવ જણાવતાં વિશાલ ત્‍યાગીએ કહ્યું હતું કે ક્‍લાઇમેક્‍સના એક્‍શન સીન માટે ૫૦૦ લીટર પેટ્રોલ અને અનેક કિલો વિસ્‍ફોટક સામગ્રીની જરૂર પડી હતી. આ બધાની વચ્‍ચે રણવીર સિહે સંપૂર્ણ નિર્ભયતાથી પોતાનો શોટ આપ્‍યો હતો. આદિત્‍ય ધર વિસ્‍ફોટનાં દ્રશ્‍યોમાં સ્‍પેશ્‍યલ ઇફેક્‍ટનો ઉપયોગ કરવા માગતો નહોતો. તેણે બધાને સંપૂર્ણ ક્રીએટિવ સ્‍વતંત્રતા આપી હતી.

(10:00 AM IST)