તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
જૂન મહિનામાં બોક્સ ઓફિસ પર ૪ મેગા ફિલ્મો સુપરફલોપ
જૂન મહિનામાં અક્ષય કુમાર, બોબી દેઓલ, વરૂણ ધવન, કંગના સહિતી અનેક મેગા સ્ટારની ફિલ્મો બોક્સ ઓફિસ પર આવી

મુંબઈ,તા.૩૦: બોલિવુડ દર અઠવાડિયાએ એક નવી ફિલ્મ રિલીઝ કરે છે, તેમાં કેટલીક ફિલ્મો ચાલે છે, તો કેટલીક બજેટ જેટલી કમાણી પણ કરી શકતી નથી. આ મહિનામાં અનેક ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાંથી ચાર ફિલ્મો તો સાવ ફલોપ સાબિત થઈ છે. આ જૂન મહિનામાં અક્ષય કુમાર, બોબી દેઓલ, વરૂણ ધવન, કંગના સહિતી અનેક મેગા સ્ટારની ફિલ્મો બોક્સ ઓફિસ પર આવી હતી. પરંતુ આમાંથી માત્ર અમૂક ફિલ્મોને જ સફળતા મળી છે.
આ મહિલનામાં બોલિવુડની આઠ મોટી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર દસ્તક આપી હતી. જેમાં ચાર ફિલ્મો સાવ ફલોપ સાબિત થઈ છે. બે ફિલ્મો હિટ પણ રહી છે, જ્યારે બે ફિલ્મો એવરેજ એટલે કે બજેટ જેટલી કમાણી કરી શકી છે. આમાંથી એક ફિલ્મ તો એવી છે જે રિલીઝ થઈ હતી ત્યારે સાવ નબળી ચાલી પરંતુ પછી કમાણીમાં ઉછાળો આવ્યો અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી.
વિગતે વાત કરવામાં આવે તો, વરૂણ ધવનની ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' પાંચ જૂને રિલીઝ થઈ હતી. જેણે ૭૪.૭૪ કરોડની કમાણી કરી હતી. જે બોક્સ ઓફિસ પર ફલોપ રહી છે. બોબી દેઓલની ‘બંદર' પણ પાંચ જૂને રિલીઝ થઈ હતી. જેણે માત્ર ૪.૯૭ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. જે પણ ફલોપ રહી છે. કંગનાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા' ૧૨ જૂને રિલીઝ થઈ હતી. જેથી વિશ્વભરમાં માત્ર ૮.૩૨ કરોડનો વેપાર કર્યો હતો. તે પણ બોક્સ ઓફિસ પર ફલોપ રહી છે. તે પછી ૧૨ જૂને દિલજીતની ‘મેં વાપસ આઉંગા' ફિલ્મ રિલીઝ થઈ. જેણે વિશ્વભરમાં ૭૦.૮૮ કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આ ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર એવરેજ રહી છે. પરંતુ હજી કમાણી ચાલી રહી હોવાથી ફિલ્મ સફળ સાબિત થઈ શકે છે.
તારીખ ૧૨ જૂને જ મનોજ વાજપેયીની ‘ગવર્નર' રિલીઝ થઈ હતી. જેમાં વિશ્વભરમાં કુલ મળીને માત્ર ૬.૮૫ કરોડ રૂપિયાનો જ વેપાર કર્યો હતો. એટલે તે ફલોપ સાબિત થઈ. તે પછી મિમોહ ચક્રવર્તીની ‘હોન્ટેડ ૩ડીઃ ઈકોઝ ઓફ ધ પાસ્ટ' ફિલ્મ પણ ૧૨ જૂને જ રિલીઝ થઈ હતી.આ ફિલ્મનું કુલ બજેટ આશરે ૧૨થી ૧૫ કરોડની વચ્ચે હતું. જ્યારે બોક્સ ઓફિસ પર તેણે ૨૧.૬૩ કરોડ રૂપિયાની કમાણી સાથે તે હિટ સાબિત થઈ હતી.
આ સાથે શાહિત કપૂર અને રશ્મિકાની ફિલ્મ કોકટેલ-૨ ૧૯ જુને બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે માત્ર ૧૦ જ દિવસમાં રૂપિયા ૧૨૬.૮૫ કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. હજી પણ તે બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. છતાં આ ફિલ્મની કમાણી જોતા તે અવરેજ ફિલ્મ સાબિત થઈ છે. અક્ષય કુમાર સહિત ૩૦થી વધારે સ્ટારકાસ્ટ વાળી ફિલ્મ વેલકમ ટૂ જંગલ ફિલ્મ ૨૬ જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૯૩.૪૫ કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આમ તો આ ફિલ્મ હિટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ હજી કેટલી કમાણી કરે છે તેના પરથી નક્કી કરવામાં આવશે
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
