News of Wednesday, 25th November 2026
સેલવાસના સેવાભાવી વેપારી અગ્રણી મનોજભાઇ સાદરાણીનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૫ .. મુળ નાની મોણપરીના પૂર્વ પત્રકાર અને ભાજપના નેતા હાલ સેલવાસમાં શ્રી લાલા રઘુવંશી રેસ્ટોરન્ટના સંચાલક મનોજભાઈ સાદરાણીનો આજે જન્મ દિવસ છે. પરપ્રાંતમાં પણ અસલ કાઠીયાવાડી પરંપરા નિભાવતા રઘુવંશી એવા મનોજભાઈ એ શુન્યમાંથી સર્જન કરી સફળતા પ્રાપ્ત કરી છે તેઓ જન્મ દિવસ નિમિતે ૧૦૧ કન્યા ને ભોજન કરાવી ગૌશાળામાં દાન આપી જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. જલારામ બાપામાં અતુટ શ્રધ્ધા ધરાવતા મનોજભાઇને જન્મદિન નિમિતે શુભેચ્છકો મો. ૯૬૮૭૯૦૦૦૩૨ ઉપર અભિનંદન વરસાવી રહ્યા છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
