તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
રાજેષ ચાવડાનો જન્મદિનઃ ‘રાજા' માટે વાગે શુભેચ્છાના વાજા...
‘૧૦૮'નું બિરૂદ મેળવનાર જનસેવાનો યાદગાર દિવસ

રાજકોટ : જાહેર જનતામાં ૧૦૮ નું બિરુદ મેળવનાર, રાજકોટ આહીર સમાજના આગેવાન, રાજકોટ જિલ્લા ભાજપ આગેવાન અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, રાજકોટ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ) નો જન્મદિવસ છે. તેમના જન્મ તા. ર૩ નવેમ્બર ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
રાજેશભાઈ ચાવડા(રાજાભાઈ) ભૂતકાળમાં સ્વ.વિજયભાઈ રૂપાણી, મોહનભાઇ કુંડારિયા, સાંસદ પરષોતમભાઈ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, અરવિંદભાઇ રૈયાણી, ભાનુબેન બાબરીયા, દુર્લભજીભાઈ દેથરિયાને ચૂંટણી જિતાડવામાં મહેનત કરી હતી. ભાજપા દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવી તે સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.
ગુજરાત સરકાર અને જિલ્લા ભાજપા દ્વારા રાજેષભાઈ ચાવડા (રાજાભાઈ) ની નોંધપાત્ર કામગીરીની નોધ લઈ ને તાજેતર માં જ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ, રાજકોટ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. છેલ્લા ૧૦ વર્ષ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી જરૂરિયાત મુજબ સેવા આપી રહ્યા છે. દર્દીનું આયુષમાન કાર્ડ કાઢવામાં કોઈ પણ જાત ની તકલીફ પડતી રાજાભાઈ દર્દી સાથે જઈને કઢાવી આપે છે તથા કોરોના કાળ માં પણ રાજાભાઈની નોંધ પાત્ર કામગીરી રહી છે. આ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજાભાઈ થકી દર્દીના પ્રશ્નો નિવારણ કરવામાં નોંધપાત્ર સફળતા મળી છે. રાજાભાઈ ચાવડા અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલા છે. જેથી જાહેર જનતા માં રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ) ૧૦૮ તરીકે ઓળખાય છે.
આજે તેમના જન્મદિવસ નિમિતે રાજકોટ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રભારી ભરતભાઈ આર્ય, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માકડીયા, વલ્લભભાઈ ઝાપડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા તથા સાંસદ પરષોતમભાઈ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા રાજકોટ જિલ્લા ભાજપાના આગેવાનો દ્વારા મો. ૯૮૨૪૯૨૬૩૨૮ ઉપર શુભકામના પાઠવામાં આવી રહી છે
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
