તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
યુવા લોયર્સ એસોના કન્વીનર અને યુવા એડવોકેટ હેમાંશુ પારેખનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૨૧: તેજ, તાકાત અને તરવરાટનો સમન્વય એવા રાજકોટના યુવા અગણી એડવોકેટ અને નોટરી હેમાંસુ હસમુખરાય પારેખનો આજે તા. ૨૧ નવેમ્બર ના રોજ જન્મ દિવસ છે. સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાંથી આવતા અને નાનપણથીજ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છે. અને તેઓ યુવા લોયર્સ એશોસીએશનના સ્થાપક કન્વીનર છે તેમજ રાજકોટની જાણીતી સામાજીક, રાજકીય સેવાકીય સંસ્થાઓ અખીલ ભારતીય વિધાર્થી પરીષદ, જૈન વિઝન, લોક કલ્યાણ કેન્દ્ર,ભાજપ લીગલ સેલ, વીશ્વ હીન્દુ પરીષદ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. નિષ્ઠાવાન અને પ્રતીષ્ઠાવાન વ્યકિત તરીકે પોતાના મિલનસાર સ્વભાવના કારણે ખુબ જ લોકચાહના અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. અને સામાજીક સેવા કાર્ય માટે હંમેશા તત્પર રહે છે. અને વકીલ આલમ અને સમાજમાં એક ઉતમ અને આદર્શ નેતળત્વ પુરું પાડી રહેલ છે અને જીવનમાં રાષ્ટ્ર પ્રથમના વિચારો સાથે વકીલાતના વ્યવસાય ક્ષેત્રે કાર્યરત છે. યુવા અગ્રણી એડવોકેટ હેમાંસુ પારેખ પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્સાહ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યયા છે ત્યારે વિશાળ મીત્ર વર્તુળ, સગા-તોહીજનો-વડીલો તરફથી મોબાઈલ નંબર ૯૯૨૪૧ ૨૬૯૭૬ ઉપર જન્મદિવસનીશુભેચ્છા વર્ષા થઈ રહી છે.(૨૩.૨૦)
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
