News of Friday, 13th November 2026
રાજકોટને ગતિ સાથે પ્રગતિના માર્ગે આગળ વધારતા કમિશનર તુષાર સુમેરાનો જન્મદિન

રાજકોટઃ ભરૂચ પૂર્વ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ડી. સુમેરાનો જન્મ તારીખ ૧૩ નવેમ્બર ૧૯૮૨. આજે યશસ્વી જીવનના ૪૫મા વર્ષમાં પહોંચ્યા છે. ૨૦૧૨ બેચના IAS કેડરના અધિકારી છે. શ્રી તુષાર સુમેરા મૂળ વઢવાણના વતની છે. તેમણે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર અને ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી ચૂકયા છે.
તુષાર સુમેરા છેલ્લા બે વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાના વિશાળ તંત્રને કુશળતા અને સરળતાપૂર્વક ચલાવી રહ્યા છે. તેમની કચેરીએ રજૂઆત માટે આવતા નાગરિકો અને અરજદારોને શાંતિથી સાંભળી પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવાનો તેમનો અભિગમ રહ્યો છે.
શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર તુષાર સુમેરાએ મહેનત અને દૃઢ મનોબળના બળે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી વહીવટી સેવામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, પ્રાદેશિક કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને બોટાદ અને ભરૂચ જિલ્લા કલેક્ટર સહિતની વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી છે. અલગ-અલગ હોદાઓ પર ફરજ બજાવતાં તેમણે લોકાભિમુખ વહીવટ અને પરિણામલક્ષી કામગીરીની આગવી ઓળખ ઊભી કરી છે. રાજકોટ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા તુષાર સુમેરાએ શહેરની સ્વચ્છતા, પાણી વિતરણ, રસ્તા, ડ્રેનેજ અને અન્ય પ્રાથમિક સુવિધાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતત સંકલન જાળવી વિકાસકાર્યોને ગતિ આપવાનો તેમનો પ્રયાસ રહ્યો છે.
મહાપાલિકાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટラપીએમયુ મારફતે અલગ-અલગ વિકાસ પ્રોજેક્ટોની નિયમિત સમીક્ષા કરી તમામ વિભાગોને સાથે રાખીને સાતત્યપૂર્ણ કામગીરી કરાવવી એ તેમનો વિશિષ્ટ અભિગમ છે.
આયોજન, સંકલન અને સતત દેખરેખના કારણે અનેક પ્રોજેક્ટોની કામગીરીને વેગ મળ્યો છે. તેમના જન્મદિન નિમિત્તે અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક આગેવાનો, શુભેચ્છકો તેમજ અગાઉથી શુભકામનાઓ પાઠવનાર લોકો તરફથી અભિનંદનનો ધોધ વહ્યો છે. ફોન નંબર ૦૨૮૧-૨૨૨૪૧૩૩, મો. ૯૭૧૪૫ ૦૩૭૦૧.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
