News of Saturday, 7th November 2026
ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી હિરેન ગોસ્વામીનો જન્મદિવસ

રાજકોટ, તા. ૭ : શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી અને કોઠારીયા રોડ ભાજપના આગેવાન હિરેન ગોસ્વામીનો આવતીકાલે જન્મદિવસ છે. પોતાના મંગલમય જીવનના ૪૩માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ યુવા વયેથી જ પાર્ટીમાં વિવિધ જવાબદારીઓનું વહન કરી નિષ્ઠાપૂર્વક સેવા બજાવેલ છે. જેમાં વર્તમાન વોર્ડ નં. ૧૬માં યુવા ભાજપના વોર્ડ પ્રમુખ તરીકે, યુવા ભાજપના વોર્ડ મહામંત્રી તરીકે, શહેર યુવા ભાજપમાં મંત્રી તરીકે, વિધાનસભા-૬૮ યુવા ભાજપના પ્રભારી તરીકે અને વોર્ડના મહામંત્રી તરીકે તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં પૂર્વ મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. તેમજ રાજકીય ક્ષેત્રની સાથોસાથ સામાજીક ક્ષેત્રે તેમજ સંસ્થાકીય ક્ષેત્રે કાઠિયાવાડ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે રહી સતત સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. કોઠારીયા રોડ કા રાજા ગણપતિ મંગલ મહોત્સવ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રિય રહેતા હિરેન ગોસ્વામીને મો. નં. ૯૯૦૪૦ ૮૮૬પ૭ ઉપર ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
