News of Friday, 6th November 2026
ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ એલસીબી પી.આઇ. અરવિંદસિંહ જાડેજાનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૬: ગીર સોમનાથ જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અરવિંદ સિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.
મોરબી જિલ્લાના કોટડા નાયાણી ગામે તા.૬/૧૧/૧૯૭૬ના રોજ જન્મેલા અરવિંદસિંહના પિતાશ્રી ખેડૂત અને સરપંચ રહી ચુકયા છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ કોટડા નાયાણી, લીંબડી, વાંકાનેર વગેરે સ્થળે થયું છે. ગુજરાત હોકી ટીમના તેઓ નેશનલ પ્લેયર છે.
અમદાવાદ, ધંધુકા, રાણપુર, જસદણ, શાપર વેરાવળ, ખંભાળિયા ધોરાજી, રાજકોટ, ભાયાવદર, વીરપુરમાં તેઓ ફરજ બજાવી ચુકયા છે સાપર વેરાવળ ની અઢી કરોડ રૂપિયાની લૂંટ તથા પડધરી ના ખાખડાબેલાના મર્ડર કેસના આરોપીઓને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવેલ હતી હાલ કચ્છ ભુજ નિરોણા પોલીસ સ્ટેશન માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં સહયોગી અધિકારીઓ તેમજ સ્ટાફ ટીમ વર્કથી તેમણે વણઉકેલ્યા અનેક ગુના ઉકેલ્યા છે.
નોંધપાત્ર કામગીરી બદલ રાજ્યના ડીજીપી તરફથી ડીસ્ક એવોર્ડ તેમને એનાયત કરાયો છે.(મો.૯૮૭૯૩૧૦૦૭૭)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
