તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ધ્રોલ જાણીતા ધારાશાસ્ત્રી અને જૈન અગ્રણી યોગેશભાઈ મહેતાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા.૩, ધ્રોલ નગરમાં કાયદાકીય ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ ધરાવતા અને જૈન સમાજના અગ્રણી યોગેશભાઈ મહેતાનો આજે જન્મદિવસ હોવાથી તેમના તોહીજનો, વકીલ મંડળ અને નગરજનો તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. યોગેશભાઈ મહેતા ધ્રોલમાં વર્ષોથી વકીલાત ક્ષેત્રે પોતાની ઉત્કળષ્ટ સેવાઓ આપી રહ્યા છે. તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમનો પરિવાર ત્રણ પેઢીથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો છે અને કાયદાકીય ક્ષેત્રે તેમની એક આગવી શાખ છે. ધ્રોલ જૈન સંઘના પ્રમુખ તરીકે પણ તેઓ સમાજ સેવામાં અગ્રેસર રહી સરાહનીય યોગદાન આપી રહ્યા છે.પોતાના શાંત, મળતાવડા અને સરળ સ્વભાવના કારણે તેઓ ધ્રોલ પંથકમાં ખૂબ જ લોકપ્રિય અને આદરણીય વ્યક્તિ તરીકે ઓળખાય છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો, બાર એસોસિયેશનના સાથી વકીલ મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
