<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમ્‍મરનો જન્‍મદિવસ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. રઃ ગોંડલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા છેલ્લા દસ વર્ષથી ધુડસિયા ગામના યુવા અને લોકપ્રિય સરપંચ અશ્વિનભાઈ ઠુમ્‍મરનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકરો તથા શુભેચ્‍છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.અશ્વિનભાઈ ઠુમ્‍મર સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહી લોકસેવાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે પક્ષની સંગઠનાત્‍મક કામગીરીને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યકરોને સાથે રાખી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.સતત દસ વર્ષ થી ધુડસિયા ગામના યુવા સરપંચ તરીકે પણ તેઓ ગામના વિકાસ અને લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. તેમની લોકપ્રિયતા અને બહોળા જનસંપર્કને કારણે જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.જન્‍મદિવસ નિમિત્તે અશ્વિનભાઈ ઠુમ્‍મરને તેમના મોબાઇલ નંબર ૮૧૪૧૪૨૪૩૪૮ પર ફોન અને સંદેશાઓ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે

(1:26 PM IST)