હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોદીજી સેના સંગઠનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ આરીફ કાલવાનો જન્મદિન

રાજકોટ : એક્તા દિવસ અખંડ ભારત શિલ્પી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મજયંતિ નિમિતે તેની વિચારધારા સાથે જોડાયેલા આરીફભાઈ કાલવાનો પણ આજે તેમનો જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરી, ૪૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. મુળ વતન રાજકોટ હાલ સુરત રહેતા આરીફભાઈ હાલમા મોદીજી સેના સંગઠનના રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે. તેમજ સાથે સને-૨૦૧૩ થી આજ ૨૦૨૬ સુધી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પહેરવેશ (ડ્રેસ)ની સેમ કોપી પહેરીને જનતા સ્ટાર પ્રચાર કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ તા.૧૭-૦૯-૧૯૫૦ (જન્મ સ્થળ - વડનગર, ગુજરાત)થી લઈને ૪-વખત સી.એમ. અને ૩-વખત પી.એમ. વિદેશ યાત્રા અને ત્યારબાદ ૨૦૨૪માં વનપર્યાવરણ ઉપર કરેલ કામની ડીજીટલ ૩૭૧ પેજવાળી પુસ્તકમાં વિગત જણાવેલ છે. ફિલ્મ બનાવવાનું સપનુ પણ સેવી રહ્યા છે.વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મ દિવસે તેમના જન્મથી લઈ ૨૦૨૪ માં લાસ્ટ વનપર્યાવરણ ઉપર કામ કર્યુ ત્યાં સુધીનુ તેમના જીવન આધારીત ‘‘કેમ છો?'' નામની ડીજીટલ પુસ્તક એમેઝોન ઉપર તા.૩૧/૪/૨૦૨૫ ના રોજ લોન્ચ પણ કરેલ છે. તેઓ પુસ્તકના એડીટર અને નિર્માતા પણ છે. આ ઉપરાંત સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ચેરમેન તરીકેની સેવા આપી રહયા છે અને વ્યવસાયમાં બિલ્ડર કાલવા ગળપ, બોલીવુડ ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં "OHM-WOW પ્રોડકશન એન્ટરટેન્મેન્ટ''ના નામથી મુંબઈ શહેરમાં પ્રોડયુસર તરીકે નિર્માતા નિર્દેશક પણ છે તેમજ તેમની હોબી બોલીવુડ સિંગર અને કવ્વાલ છે. મો. ૯૫૩૭૭ ૭૯૮૮૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
