હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એડવોકેટ સુરેશ ફળદુનો કાલે જન્મદિવસઃ ૫૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા.૩૧: પુર્વ કોર્પોરેટર અને લો કમીટીના ચેરમેન તથા નામાંકિત એડવોકેટ લલિતસિંહ જે. શાહીના શીષ્ય સુરેશભાઈ ફળદુનો જન્મ તા.૦૧/૧૧/૧૯૭૨ ના થયેલ હોય જે પોતાની કારકીર્દીના ૫૪ વર્ષ પુર્ણ કરી આવતી કાલે ૫૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.
સુરેશભાઈ ફળદુએ પોતાની કારકીર્દીમાં અતિ અટપટા તેમજ મોટા રાજકીય કેસોમાં ખુબજ સારી કામગીરી કરી પક્ષકારોને ન્યાય અપાવેલ છે તેમજ ભારતની નામાંકિત સંસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સહીત નામાંકિત બેંકો, મંડળીઓ, કંપનીઓ વિગેરેમાં લીગલ એડવાઈઝર તરીકે સેવાઓ આપી રહેલ છે. રાજકોટની જીલ્લા અદાલતના ઓપનીંગ વખતે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા પધારેલ તે વખતે ત્રણ હજારથી વધુ એડવોકેટની હાજરીમાં રાજકોટ જીલ્લા અદાલતના ઓપનીંગ વખતેથી શરૂ કરી વર્ષ દરમીયાન સુરેશભાઈ ફળદુની ખુબજ પ્રશંશનીય કામગીરી રહેલ છે તેજ રીતે ટી.આર.પી. અગ્નિકાંડમાં પણ એક રૂપીયો લીધા વગર પીડીત પરીવારોની વારે આવીને ત્યારથી આજદિન સુધી કેસમાં વિના મુલ્યે સેવા આપી રહેલ છે. એડવોકેટ સુરેશભાઈ ફળદુ કે જે નિયમિતતા અને નિતિમતામાં કયારેય બાંધછોડ ન કરનાર દીર્ઘદૃષ્ટા અને નિર્ણાયક શક્તિ સાથે સાદગીમાં જીવનાર પરીશ્રમી, ઉદ્યમી, વફાદાર, વિશ્વાસુ, ઉમદા, નેક, પ્રમાણીક, નીડર તેમજ અસીલોને ન્યાય અપાવવામાં કોઈની શેહ, શરમ, સબંધ, વાત કે દબાવમાં ન આવનાર સુરેશભાઈ ફળદુનુ માનવુ છે કે કંસ સાથે સબંધની શરમ રાખી હોતો તો કળષ્ણ ભગવાન કયારેય તેને મારી શકત નહી ખોટાનો વીરોધ જરૂરી છે પછી ભલે તે આપણો પોતાનો વ્યકિત કેમ ન હોય, સુરેશભાઈ ફળદુનું માનવુ છે કે જે લોકોની નિતિ સાફ નથી હોતી તે લોકો અન્યની લાઈન ટુંકી કરવા કાવતરા ઘડી પાડી દેવામાં વ્યસ્ત રહેતા હોય છે તેથી તે મસ્ત રહી શકતા નથી આવા સિધ્ધાંતો સાથે જીવનાર સૌરાષ્ટ્રના એડવોકેટ સુરેશભાઈ ફળદુના આવતી કાલના જન્મ દિવસ નિમિતે તમામ સિનિયર, જુનીયર, વકીલ, મિત્રો, ભાઈઓ, બહેનો, સગા-સબંધીઓ, તોહીજનો ધ્વારા જન્મ દિવસની શુભચ્છાઓ અને શુભકામનાઓ મો.૯૮૨૪૪૫૬૦૦૪ ઉપર પાઠવી રહયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
