હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th October 2026
હાઇવે ઓથોરીટીનાં જમીન સંપાદન સલાહકાર ભાવિન પંડયાનો જન્મદિન
જામનગર, ડાંગ, મહીસાગરના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાતના આઇ.એ. એસ. કેડરના નિવૃત્ત અધિકારી અને હાલ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયામાં જમીન સંપાદન સલાહકાર તરીકે સેવા આપતા શ્રી ભાવિન કે. પંડયાનો જન્મ તા. ર૯ ઓકટોબર ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ગોંડલના વતની અને રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
શ્રી ભાવિન પંડયા ભૂતકાળમાં નવી દિલ્હીમાં નિવાસી કમિશનર કચેરીમાં તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળમાં અધિક કલેકટર, તત્કાલીન ઉર્જા મંત્રી ગોવિંદભાઇ પટેલના અંગત સચિવ, પી. જી. વી. સી. એલ.માં મેનેજીંગ ડીરેકટર, જી. એસ. ટી.ના અધિક કમિશનર, ડાંગ, જામનગર અને મહીસાગર જિલ્લામાં કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (મો. ૯૯૭૮૪ ૦૬૦૧૯ ગાંધીનગર)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
