હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનો આજે જન્મદિવસ

ગોંડલ તા.૨૭: સંઘર્ષને સફળતામાં પરિવર્તિત કરનાર, સામાન્ય પરિવારમાંથી આગળ આવી મહેનત અને સંગઠનશક્તિથી આગવી ઓળખ ઊભી કરનાર રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનો આજે જન્મદિવસ છે.
ગોંડલ તાલુકાના લીલાખા ગામે સામાન્ય પરિવારમાં જન્મેલા અલ્પેશભાઈની જીવનયાત્રા પ્રેરણાદાયી છે. જીવનના પ્રારંભિક તબક્કામાં ટેમ્પો ડ્રાઈવર તરીકે પરિવારની જવાબદારી નિભાવી, સંજોગો સામે હાર સ્વીકાર્યા વિના તેમણે જાહેરજીવનમાં એક પછી એક શિખરો સર કર્યા.
તેમણે જાહેરજીવનની શરૂઆત ગ્રામ પંચાયતના આગેવાન તરીકે કરી હતી. વર્ષ ૨૦૧૪માં ભાજપના સદસ્યતા અભિયાનમાં સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી વધુ સભ્યો બનાવી પ્રથમ ક્રમ મેળવી સંગઠનક્ષમતાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ ગોંડલ તાલુકા ભાજપ યુવા મોરચાના મહામંત્રી, પ્રમુખ અને ત્યારબાદ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી તરીકે જવાબદારી નિભાવી.
સહકારી ક્ષેત્રે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે તેમણે ખેડૂતલક્ષી અભિગમ સાથે કામગીરી કરી યાર્ડને પ્રથમ કક્ષાનું બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
વર્ષ ૨૦૨૩માં તેમને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. તેમના કાર્યકાળ દરમિયાન ભાજપાએ ૬ નગરપાલિકાની ચૂંટણીમાં ૬ એ ૬ પર વિજય, જિલ્લા પંચાયતની ૩૬ માંથી ૩૪ બેઠકો પર ભવ્ય વિજય અને તમામ તાલુકા પંચાયતોમાં શાસન સ્થાપિત કરી ઐતિહાસિક સફળતા મેળવી હતી.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ, સહકારી આગેવાનો અને શુભેચ્છકો દ્વારા તેમના મો.નં. ૯૮૨૫૦ ૭૩૨૧૭ પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.(ભાવેશ ભોજાણી- ગોંડલ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
