<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

જાણીતા પત્રકાર જયેશ ઠકરારનો જન્‍મદિન

‘સંદેશ' રાજકોટ આવૃતિના નિવાસી તંત્રી..

(મીનાક્ષી ભાસ્‍કર વૈધ દ્વારા) પ્રભાસ પાટણ તા.૨૬: ગુજરાતી પત્રકારિત્‍વમાં જયેશ ઠકરારનું નામ બહુ માનભેર લેવાય છે.આજે ૨૬ ઓક્‍ટોબરના તેમનો જન્‍મ દિવસ છે.તે સંદેશ ન્‍યૂઝ પેપરના રાજકોટ ,ભાવનગર અને ભુજ આવૃત્તિ ના નિવાસી તંત્રી છે.ઉપરાંત લોકપ્રિય ન્‍યુઝ ચેનલ સંદેશ ન્‍યુઝના પોલિટિકલ એનાલિસ્‍ટ છે. સંદેશની રવિવારની સંસ્‍કાર પૂર્તિમાં તેમની કોલમ વાઈડ એંગલ, બુધવારની સાપ્તાહિક પૂર્તિમાં કરંટ અફેર્સ, અને દર શનિવારે એડિટોરિયલ પેજ ઉપર તેમની કોલમ ન્‍યુઝ પ્‍લસ ખૂબ જ પોપ્‍યુલર છે. તાજેતરમાં જ ૧૭ મી સપ્‍ટેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સેમી કંડક્‍ટર કોન્‍ફરન્‍સ તેમને વિશેષ આમંત્રિત તરીકે બોલાવવામાં આવ્‍યા હતા.મુંબઈમાં એલ. આઈ. બી.એફ઼ ઇન્‍ટરનેશનલ માં તેમને સન્‍માનિત કરવામાં આવેલા.પાણી બાબતે તેમના ન્‍યુઝ કેમ્‍પેઇનને રાષ્ટ્રપતિની ઉપસ્‍થિતિમાં નવી દિલ્‍હી ખાતે નેશનલ વોટર એવોર્ડ મળ્‍યો હતો. ભારત તરફથી ઇઝરાયેલના પ્રથમ મીડિયા ડેલીગેશનમાં ઇઝરાયેલ ,જોર્ડન સહિતના દેશોમાં જવાનું તેમને બહુમાન મળ્‍યું છે.

કોરોના મહામારી વખતે તેમના ઇન્‍વેસ્‍ટીગેટિવ રીપોર્ટસ ની નોંધ વોશિગ્‍ટન પોસ્‍ટ અને ન્‍યુયોર્ક ટાઈમ્‍સ દ્વારા લેવામાં આવી હતી.સુપ્રસિદ્ધ જર્નલિસ્‍ટ રવિશ કુમાર દ્વારા તેમનો વિશેષ ઇન્‍ટરવ્‍યુ એનડીટીવી પ્રાઈમ ટાઈમમાં કરવામાં આવેલો. તે સ્‍પષ્ટ વક્‍તા છે પત્રકારીત્‍વ  ઉપરાંત વાઇલ્‍ડ લાઇફ તેમનો માનીતો વિષય છે અને ગીરના સિહો વિશેની તેમની ચેનલ દોઢ લાખથી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ ધરાવે છે. (ફોનઃ ૯૪૨૬૨ ૨૮૭૮૨) ઉપર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(3:39 PM IST)