<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સેવાભાવ, મહિલા સશક્‍તિકરણ અને માનવતાનું જીવંત ઉદાહરણ : જ્‍યોતિબેન ટીલવાનો જન્‍મદિવસ

રાજકોટ : સામાજિક ક્ષેત્રે મહિલા સશક્‍તિકરણ, સમાજ ઉત્‍કર્ષ અને માનવસેવા દ્વારા આગવી ઓળખ ઊભી કરનાર ઉમા સારથી ફાઉન્‍ડેશનનાં સ્‍થાપક અને પાટીદાર મહિલા અગ્રણી શ્રી જ્‍યોતિબેન ટીલવાનો આજે તા. ૨૪ ઓક્‍ટોબરે જન્‍મદિવસ છે. સરળ વ્‍યક્‍તિત્‍વ, હસમુખો સ્‍વભાવ અને સેવાભાવી હૃદય ધરાવતાં જ્‍યોતિબેન અનેક મહિલાઓ માટે પ્રેરણાષાોત બન્‍યાં છે.

જ્‍યોતિબેન યુનિકોર્ન ફાઉન્‍ડેશન  વિમેન્‍સ બિઝનેસ નેટવર્ક એન્‍ડ એમ્‍પાવરમેન્‍ટના માધ્‍યમથી અંદાજે ૧૫૦૦ મહિલાઓને એક મંચ પર લાવી આત્‍મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે. મહિલાઓને વ્‍યવસાયિક માર્ગદર્શન, પરસ્‍પર સહયોગ, સ્‍વરોજગારની તકો અને ઘરે બેઠાં ગૃહઉદ્યોગ શરૂ કરવા પ્રોત્‍સાહિત કરે છે. મહિલાઓમાં આર્થિક સ્‍વતંત્રતા સાથે આત્‍મવિશ્વાસ અને નિર્ણયશક્‍તિ વિકસે તે તેમનો મુખ્‍ય ઉદ્દેશ છે.

તેઓ અગાઉ શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ, સિદસરનાં રાજકોટ મહિલા પ્રમુખ તેમજ સરદારધામ યુવા તેજાસ્‍વિનીનાં સૌરાષ્ટ્ર ઝોન કન્‍વીનર અને ગુજરાત મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્‍યાં છે. સરગમ ક્‍લબની એડવાઇઝરી કમિટીનાં સભ્‍ય તરીકે પણ યોગદાન આપી રહ્યાં છે. કોરોના મહામારીના કપરા સમયમાં જ્‍યોતિબેને પોતાના હાથે આશરે ૧૫૦૦ લોકો માટે રસોઈ બનાવી જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડ્‍યું હતું. રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં સવાર-સાંજ હળદરવાળા દૂધનું વિતરણ કરીને દર્દીઓની સેવા કરી હતી. સુરક્ષાલક્ષી વ્‍યવસ્‍થાઓમાં પણ સહયોગ આપ્‍યો હતો.

નવરાત્રિ, રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી તેઓ ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે કરે છે. દિવાળીએ બાળકોને નવાં કપડાં આપી ખુશીઓ વહેંચે છે. દિવ્‍યાંગ બાળકોનાં આશ્રમો તથા વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈ બાળકો અને વડીલો સાથે ભોજન, રમતો અને આત્‍મીયતાપૂર્વક સમય વિતાવે છે.

શિક્ષણક્ષેત્રે પણ તેમનું યોગદાન નોંધપાત્ર છે. દર વર્ષે આશરે ચારથી પાંચ જરૂરિયાતમંદ બાળકોના અભ્‍યાસની જવાબદારી ઉપાડીને આર્થિક સહયોગ આપે છે. આર્થિક મુશ્‍કેલીને કારણે કોઈ બાળકનું શિક્ષણ અટકે નહીં તે માટે પ્રયત્‍નશીલ રહે છે. ઉપરાંત હોસ્‍પિટલોમાં સારવાર માટે આવતા આર્થિક રીતે નબળા પરિવારોને પણ જરૂરિયાત મુજબ સહાયરૂપ બને છે.

જ્‍યોતિબેન દ્વારા કડવા પાટીદાર સમાજની ૨૫ દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આશરે ૨૫૦૦ લોકોની ઉપસ્‍થિતિમાં યોજાયેલા આ પ્રસંગે નવદંપતીઓને ઘરચોળું, કરિયાવર તથા ઘરવખરીની આશરે ૧૨૫ જેટલી ચીજવસ્‍તુઓ નિઃશુલ્‍ક આપવામાં આવી હતી. લગ્નપ્રસંગનો આર્થિક બોજ ઘટાડીને દીકરીઓને સન્‍માનપૂર્વક નવા જીવનની શરૂઆત કરાવવામાં સહયોગ આપવાનો આ પ્રયાસ હતો. ભવિષ્‍યમાં પણ આવા સમૂહલગ્ન યોજવાની તેમની ભાવના છે.

સમાજસેવાને વધુ વ્‍યાપક બનાવવા જ્‍યોતિબેન આગામી સમયમાં ‘ઉમા આર્મી' નામે કડવા પાટીદાર સમાજના સેવાભાવી યુવાનોનું સંગઠન ઊભું કરવા વિચારી રહ્યાં છે. આ સંગઠન દ્વારા સમાજના ભાઈઓ, બહેનો, દીકરીઓ અને મુશ્‍કેલીમાં મુકાયેલા પરિવારોને જરૂરિયાતના સમયે સંગઠિત રીતે તાત્‍કાલિક મદદ પહોંચાડવાનો આશય છે.

જ્‍યોતિબેન આજે પોતાના જન્‍મદિવસની ઉજવણી પણ સેવાકાર્ય સાથે કરશે. રાજકોટના કાલાવડ રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી સ્‍વામિનારાયણનો જળાભિષેક કરીને આશીર્વાદ મેળવશે. ત્‍યારબાદ શ્રી રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને ભોજન કરાવી તેમની સાથે સમય વિતાવશે.

મહિલા સશક્‍તિકરણ, શિક્ષણ, આરોગ્‍યસેવા, ગરીબ પરિવારોને સહાય અને સામાજિક ઉત્‍કર્ષ માટે સતત કાર્યરત જ્‍યોતિબેનનું જીવન સેવાભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે સામાજિક-રાજકીય અગ્રણીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો અને શુભેચ્‍છકો દ્વારા અભિનંદન તથા આશીર્વાદ પાઠવવામાં આવી રહ્યાં છે. સંપર્ક : ૬૩૫૩૦૮૧૧૦૮.

(2:28 PM IST)