<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

જામનગર એસ્‍સારના વાઇસ પ્રેસિડેન્‍ટ કનૈયાલાલ મોટલાનો જન્‍મદિવસ

સાદગી, સત્‍યનિષ્‍ઠા અને કંપની પ્રત્‍યેની વફાદારીના બળે સેલ્‍સ માર્કેટિંગ ઓફિસરથી વાઇસ પ્રેસિડેન્‍ટ સુધીની પ્રેરણાદાયી સફર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: જામનગર એસ્‍સારના વાઇસ પ્રેસિડેન્‍ટ (કોર્પોરેટ) શ્રી કનૈયાલાલ મોટલાનો આજે જન્‍મદિવસ છે. તા.૨૪ ઓક્‍ટોબર, ૧૯૬૮ના રોજ જન્‍મેલા કનૈયાલાલ મોટલાએ પોતાની મહેનત, સત્‍યનિષ્ઠા, સાદગી અને કંપની પ્રત્‍યેની અતૂટ વફાદારીના બળે કારકિર્દીમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.

કનૈયાલાલ મોટલા વર્ષ ૨૦૦૪માં એસ્‍સાર કંપનીમાં સેલ્‍સ માર્કેટિંગ ઓફિસર તરીકે જોડાયા હતા. સામાન્‍ય પગારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર મોટલાએ વર્ષોની મહેનત, નિષ્ઠા અને જવાબદારીપૂર્વકની કામગીરીના આધારે વાઇસ પ્રેસિડેન્‍ટ (કોર્પોરેટ) સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમની આ પ્રગતિ યુવા કર્મચારીઓ અને કારકિર્દીમાં આગળ વધવા ઇચ્‍છતા લોકો માટે ઙ્કેરણારૂપ બની રહી છે.

તેઓનું જીવન સાદગી અને સરળતાથી ભરેલું છે. કંપની પ્રત્‍યેની વફાદારી, કામ પ્રત્‍યેની સત્‍યનિષ્ઠા અને વરિષ્ઠ મેનેજમેન્‍ટના વિશ્વાસને તેમણે હંમેશાં પ્રાથમિકતા આપી છે. તેમની આ કાર્યશૈલી અને સમર્પણના પરિણામે આજે તેઓ એસ્‍સાર જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્‍ચ હોદ્દા પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

કનૈયાલાલ મોટલા પોતાની સફળતાનો શ્રેય ભગવાનની કળપા, એસ્‍સારના સિનિયર મેનેજમેન્‍ટના વિશ્વાસ અને સહયોગ તેમજ મિત્રવર્તુળની શુભેચ્‍છાઓને આપે છે. તેમની વિનમ્રતા અને સાદગી તેમના વ્‍યક્‍તિત્‍વની વિશેષ ઓળખ બની રહી છે.

તેમના જન્‍મદિવસ નિમિત્તે મિત્રમંડળ, શુભેચ્‍છકો તેમજ એસ્‍સારના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી તેમને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૬૨૨૯૯૩ પર અભિનંદન અને શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.

ભગવાન તેમને દીર્ઘાયુષ્‍ય, ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય, સુખ-સમળદ્ધિ અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ અર્પે તેવી જન્‍મદિવસે સૌ શુભેચ્‍છકો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(10:58 AM IST)