તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ પંકજ જોષીનો જન્મદિન
રાજકોટના પૂર્વ કમિશનર અને રાજયના પૂર્વ મુખ્ય સચિવ

રાજકોટઃ ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ શ્રી પંકજ જોષીનો જન્મ ૧૯૬પના વર્ષની ૧૯ ઓકટોબરે થયેલ આજે ૬રમાં વર્ષના દ્વારે ટકોરા કર્યા છે. તેઓ મુળ ઉતરાખંડના વતની અને ૧૯૮૯ની બેંચના આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી છે.
શ્રી પંકજ જોષી ભુતકાળમાં રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ અને સુરતમાં કલેકટર, રાજયમાં વિકાસ કમિશનર, ઉચ્ચ શિક્ષણ કમિશનર, ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. ઉજા પેટ્રોકેમિકલ્સના અગ્રસચિવ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ રાજયના મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦પ૯૬૧ ગાંધીનગર.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
