હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th October 2026
મોરબીના ઝી ૨૪ કલાકના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૨ :.. મોરબી જીલ્લાના ઝી ૨૪ કલાક ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર હિમાંશુ ભટ્ટનો આજ તા.૧૨-૧૦ ના રોજ જન્મદિવસ છે.
રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા ૨૧ વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મીડિયા સાથે કામ કરીને હંમેશા લોકોના પ્રર્શ્નોને નીડરતાથી અને નિષ્ઠાપૂર્વક ન્યાય આપતા મૂળ મોરબીના વનાળીયા (શારદાનગર) ગામના હિમાંશુ અનિલભાઈ ભટ્ટે ૨૦૦૭ માં ટીવી-૯ ગુજરાતી ન્યુઝ ચેનલમાં જોડાઈને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામગીરી કરી હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી ૨૦૧૭ થી ઝી ૨૪ કલાક ગુજરાતી ન્યુઝ ચેનલ સાથે કામ કરી રહ્યા છે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તેમજ સમસ્યાનો નિકાલ લાવવા માટે પોતાના માધ્યમનો સદઉપયોગ કર્યો છે.(મોબાઇલ નંબર ૯૬૬૨૦ ૩૮૨૯૮)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
